મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની ઘટના પર સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધી છે. આ મામલામાં સુપ્રીમ આજે ગુરુવારે સુનાવણી કરશે. પ્રધાન ન્યાયાધીશ (સીજેઆઈ) એન વી રમનાની બેચ આ પર સુનાવણી કરશે. સીજેઆઈ ઉપરાંત જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલી પણ બેચમાં શામેલ છે. કેસનું ટાઈટલ લખીમપુર ખીરીમાં હિંસાને પગલે જીવનું નુકસાન છે. મીડિયા રિપોર્ટ્સ અને ચિઠ્ઠી પર સુપ્રીમકોર્ટે તેને સુઓમોટો લીધી છે.

ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત કુલ આઠ વ્યક્તિના મોત થઈ ગયા હતા. હજારોની સંખ્યામાં ખેડૂતો યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં કેન્દ્રીય મંત્રીઓનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા. ખેડૂતોએ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના સામે લખીમપુર ખીરીના તિકુનિયામાં રવિવારે થયેલી હિંસાને લઈને કેસ દાખલ કર્યો છે.

Advertisement


 

 

 

 

 

ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે મંત્રી પુત્રએ કાફલામાં શામેલ વાહનોના પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કચળી નાખ્યા છે. આ પછી હિંસા ભડકી ઉઠી અને ચાર ખેડૂતો ઉપરાંત કાફલામાં શામેલ ચાર અન્ય લોકો પણ માર્યા ગયા હતા. યુપી પોલીસે લખીમપુર હિંસા મામલામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 14ના સામે ફરિયાદ દાખલ કરી છે. કલમ 302, 120 બી અને અન્ય કલમો અંતર્ગત આ કેસ દાખલ કરાયો છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ મંગળવારે સ્વિકાર કર્યો હતો કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં જ્યાં કારે ખેડૂતોને કચળી નાખ્યા હતા તે તેમની હતી પરંતુ તે તેમનો પુત્ર આશિષ ઘટના સમયે ત્યાં હાજર ન્હોતો.

અજય મિશ્રાએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, પહેલા દિવસથી જ અમે આ અંગે સ્પષ્ટ છીએ કે આ થાર ગાડી અમારી છે, આ અમારા નામ પર રજીસ્ટર્ડ છે. આ વાહન કેટલાક કાર્યકર્તાઓને લઈને કોઈને લઈ જવા માટે જઈ રહી હતી. મારો પુત્ર બીજી જગ્યા પર હતો. સવારે 11 વાગ્યાથી સાંજ સુધી, તે એક અન્ય ઈવેંટને આયોજીત કરી રહ્યો હતો. મારો પુત્ર આશીષ ત્યાં હતો, ત્યાં હજારોની સંખ્યામાં લોકો હતા. તેના પોટો અને વીડિયો પણ છે. જો આપ તેના કોલ રેકોર્ડ્સ અને સીડીઆર, લોકેશન જાણવા માગો છો તો બધું જ ચેક કરી શકો છો. હજારો લોકો આ સોગંદનામું આપવા તૈયાર છે કે આશીષ મિશ્રા ત્યાં હતો.