મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ખેડૂતોના મોતના મામલે રાજકારણ ચાલુ છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર પર ગાડી ખેડૂતો પર ચઢાવી દેવાનો આરોપ છે. આ વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વીડિયો ઝડપી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એસયુવી કાર નારેબાજી કરી રહેલા ખેડૂતોને અડફેટે લઈ લેતી જોવા મળે છે. ળખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ વ્યક્તિના મોત થઈ ગયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને આપ નેતા સંજય સિંહે આ વીડિયો શેર કર્યો છે.

સોશ્યલ મીડિયા પર શેર થઈ રહેલા આ વીડિયોની પોલીસ દ્વારા પૃષ્ટી થવાની બાકી છે. MeraNews સ્વતંત્ર રુપે તેની સાતત્યતાની પૃષ્ટી કરી શક્તું નથી. વીડિયોમાં આ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો વ્યક્તિ કોણ છે.

25 સેકંડના વીડિયોમાં ખેડૂતોને ગાડીથી ટક્કર વાગતા જમીન પર પડેલા જોવા મળી રહ્યા છે જ્યારે અન્ય ખેડૂત ગાડીની સામેથી હટવાનો પ્રયાસ કરતાં નજરે પડી રહ્યા છે. સાયરલ વગાડતા એક અન્ય વાહન ખેડૂતોને ટક્કર મારનારી એસયુવીની પાછળ આવતા જોવા મળી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

વીડિયો રવિવારે સ્થળ પર હાજર ખેડૂતો દ્વારા કરાયેલા વર્ણન સાથે મળી રહ્યો છે. જેમણે કહ્યું હતું કે વાહન તેમના પાછળથી આવીને ટક્કર મારે છે. વીડિયોમાં ખેડૂતોને ટક્કર મારનારી એસયુવી જેવી બનાવટની અને રંગ પણ ઘટના સ્થળ સાથે જોડાયેલા અન્ય દૃષ્યો સાથે મેળ ખાય છે.

રવિવારે લખીમપુર ખેરીના ટીકોનીયા વિસ્તારમાં ખેડૂતોના એક જૂથે કેન્દ્રીય મંત્રી અજયકુમાર મિશ્રા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતોનો વિરોધ કર્યો હતો. મિશ્રાના તાજેતરના ભાષણથી ખેડૂતો નારાજ હતા.

ખેડૂતોનો દાવો છે કે મંત્રીના કાફલાની એક ગાડીએ પ્રદર્શનકારીઓને ટક્કર માર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ઘટનાસ્થળના દ્રશ્યોમાં અગ્નિદાહ અને વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. તેઓ આરોપ લગાવે છે કે આ કાર કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ ચલાવી રહ્યા હતા.
 

Advertisement