મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ: ૪૫થી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવાનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ હજુ અડધે પણ પહોંચ્યો ન હતો. ત્યાં લોકડાઉનને મુદ્દે સંયમ રાખી રહેલી સરકારે ૧૮ કે તેથી વધુ વયના ભારતીયોને રસી આપવાની જાહેરાત કરી દીધી હતી. જેને લઈને દેશભરમાં વિવાદ સર્જાયો છે. જાહેરાત બાદ દેશનાં ગુજરાત સહિતનાં રાજ્યોએ 18 પ્લસનાં લોકોને રસી આપવાની જાહેરાતમાં સંપૂર્ણ  યુ ટર્નથી લઈને આંશિક ફેરફાર કર્યા છે. તેવામાં અચાનક સિરમ ઇન્સ્ટિટ્યૂટનાં માલિક ભારત છોડી લંડન ચાલ્યા જાય છે. અને પછી સર્જાય છે વિવાદની પરંપરા. આ સમગ્ર ઘટનાઓ પાછળનું રહસ્ય શુ છે અને કેવી રીતે સરકારથી માંડીને ફાર્મા સેકટર સુધીની આ 'ગેમ' રમવામાં આવી છે તે અંગે અમારા ભુજ કચ્છનાં એક વાચક દિલીપ ઠક્કરે આ અંગે રસપ્રદ માહિતી મેરાન્યુઝ સાથે શેર કરી છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે ફાર્મા સેક્ટરનો પણ આછો પાતળો અનુભવ ધરાવતા દિલીપ ઠક્કરે કઈંક આવું કહ્યું છે...

1લી મે થી દેશભરમાં 18+ના લોકોનું રસીકરણ શરૂ થવાનું હતું અને એજ દિવસે અદાર પુનાવાલા એ લંડન પહોંચી ને પ્રેસને મુલાકાત આપી એ સૂચક છે.


 

 

 

 

 

પહેલાથી જ 45+ વાળા માટે રસીની અછત વર્તાઈ રહી હતી એની ખામી ભરપાઈ કરવા વિદેશી આયાતને પણ છૂટ આપવામાં આવી પણ વિશ્વભરમાં રસીકરણ ચાલતું હોવાથી ભારતની જરૂરત પૂરતી સપ્લાય કોઈ રીતે પૂરી થાય એવા સંજોગો ન હતા એવામાં સરકારે 18+ વાળા લોકો માટે vaccination પ્રોગ્રામ જાહેર કરી દીધો.

ભારત ની વસતી 140 કરોડ ની સામે બે કંપનીઓ મળીને મહિને 7 કરોડ જેટલા ડોઝ બનાવે છે એ જોતાં એક વ્યક્તિને બે ડોઝના હિસાબે બધા ને કવર કરતા 40 મહિના લાગી શકે. આ રીતે 45+ વાળા લોકો ને પણ કવર કરવા પણ પૂરતી રસી ન હતી. અને ઉપરથી 18+ વાળા લોકો માટે પણ રજિસ્ટ્રેશન ખોલી દેવામાં આવ્યા. ભારતમાં 18+ વાળા લોકોની વસતી પણ 95 કરોડ જેટલી છે. એટલા લોકોને 2 ડોઝના હિસાબે આવરી લેવા માટે 28 મહિના લાગે તેમ છે. આગળ જતા પ્રોડક્શનની ક્ષમતા વધી હોત તો એ મુજબ સમય થોડો ઓછો થયો હોત.

સરકારે 18+ નો વેક્સીન પ્રોગ્રામ ખોલી દેતા ઉત્પાદકો પર પ્રેશર આવે એ સ્વાભાવિક છે. ભારતની બે કંપનીઓ પૈકી ભારત બાયોટેક મહિને માત્ર 1 કરોડ જેટલા ડોઝ બનાવે છે. બાકીના 6 કરોડ એકલું પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવતું હતું. અને ઉત્પાદક ને જ ખબર હતી કે 45+ ના રસીકરણના પ્રોગ્રામમાં જ આગળ જતા તંગી સર્જાય એવું હતું. તેવામાં 18+ વાળાને અત્યારે પહોંચી વળવું અશક્ય જ હતું.

કોઈ પણ ઉદ્યોગ એની installed capacity જેટલું જ કામ કરી શકે છે. તમે માણસો ગમે તેટલા વધારો પણ મશીનરીની capacityથી વધુ પ્રોડક્શન ક્યારે ન લઈ શકો. મશીનો 24 કલાક કામ કરતા જ હોય છે. 25મો કલાક કોઈની પાસે નથી. એવામાં તમે સંકલન કર્યા વગર 'જીસકી લાઠી ઉસકી ભેંસ' કહેવાતની જેમ જેટલા લઈ શકો એટલા લઈ લો એમ કહીને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ ને છૂટો દોર આપી દો, અને બધા મુખ્યમંત્રીઓ ધમકીઓ આપે તો સામે વાળાનું શું થાય? ઉદ્યોગપતિ પર પ્રેશર કરવાથી એની મશીનરી વધુ પ્રોડક્ટ ન આપી શકે એ સમજવું જરૂરી છે.


 

 

 

 

 

સીરમ અત્યારે ભારત માં બનતી vaccine માં 90 ટકા હિસ્સો ધરાવે છે એટલે સ્વાભાવિક છે કે આ રીતે થતા આયોજનનો લોડ સીધો એમના પર છે. એવું ન બને કે એ કંઈ પણ કર્યા વગર ચૂપચાપ ભાગી ગયા હોય. એમણે આયોજન કર્તાઓ સમક્ષ પોતાનો પક્ષ રાખીને રજૂઆતો કરી જ હશે. એ પણ એક વખત નહીં અનેક કોશિષો કરી હશે. પણ કોઈ સમજવા જ તૈયાર નહીં હોય ત્યારે આવું થયું હશે.

રસીની ઉપલબ્ધતા વિના આમ પણ ધાર્યું રસીકરણ થઈ શકવાનું નથી, એમાં ભવિષ્યમાં સીરમ આ રીતે જ સપ્લાય આપી શકશે કે પોતાની capacity વધારવાનો ના પ્લાન પર કામ ચાલુ રાખશે એના પર મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે. અને આ કિસ્સામાં આપણો વૈશ્વિક સ્તરે ફજેતો થયો એ અલગથી.

અને મુખ્ય વાત કે એ સીરમ ની પોતાની ફોર્મૂલા નથી. એ રસી નો શોધ Oxford AstraZeneca PLC (UK અને Sweden નું સંયુક્ત સાહસ) ની છે. England ના Cambridge ની લેબમાં થઈ એ પછી એના લાયસન્સ પર સીરમ ઇન્સ્ટિટ્યૂટ પ્રોડક્શન કરતું હતું. એટલે ભવિષ્યના નિર્ણયોમાં AstraZeneca નો પણ રોલ હોઈ શકે છે. અને કદાચ એટલે જ સૌથી વધુ પ્રભાવિત જિલ્લા ને રસી આપવામાં આવશે તેવું કહીને  ગુજરાત સહિતનાં રાજ્યો બહાના બતાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.