મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઇને ગરમી હોવા છતા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છ જીલ્લામાં એક એવી ઘટના બની જેમાં બે વ્યક્તિને મતદાનન કરવા જતાં હતા ત્યાં એક દુર્ઘટનાને કારણે મોત મળ્યું હતું. માર્ગ અકસ્માતને કારણે સર્જાયેલી આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થઈ હતી. જે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૉલા ખાઈ રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

કંડલા પોલીસ મથકનાં જણાવ્યા પ્રમાણે, મંગળવારે તુણા ગામથી બાઈક ઉપર સવાર બે વ્યક્તિ કંડલામાં મતદાન કરવા જઇ રહ્યા હતા. ત્યારે કાસેજનાં ગોલાઈ પાસે બાઈક એક ટ્રેલરની નીચે આવી ગયું હતું. જેને પગલે બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયી હતી. ઘાયલ થયેલી આ વ્યક્તિ કોણ છે તેમજ કેવી રીતે આ અકસ્માતમાં આવી ગયી તેની પોલીસ તપાસ કરી રહી છે.