મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છઃ ગુજરાતના કચ્છમાં આ રવિવારે રામ મંદિર નિર્માણ માટે જમા કરવામાં આવી રહેલી રાશીની રેલીમાં થયેલી હિંસા મામલામાં ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જે પછી પોલીસે ઓછામાં ઓછા ચાલીસ લોકોની ધરપકડ કરી છે. આ હિંસામાં કથિત રૂપે એક વ્યક્તિનું મોત થયું છે. ત્યાં જ પોલીસ કર્મચારી સહિતના લોકો ઘાયલ થયા હતા. આ ધરપકડ હત્યા, રાયોટિંગ ફેલાવા, આગચંપી કરવા અને ષડયંત્રી સહિતના ઘણા આરોપો સાથે કરવામાં આવી છે.


 

 

 

 

 

પોલીસે કહ્યું કે રવિવારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભેગી કરવામાં આવી રહેલી રકમમાં બે સમુદાયો વચ્ચે ટક્કરાવ થઈ ગઈ હતી. આ રેલી કથિત રૂપે હિન્દુપંથી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કરવામાં આવી હતી. હિંસામાં ઘાયલ પોલીસ કર્મચારીઓએ ફરિયાદમાં કહ્યું છે કે તેમાં કથિત રુપે જોર જોરથી ધાર્મિક નારા લગાવાયા હતા, જે પછી બીજો સમુદાય ભડકી ગયો અને તે પછી બંને પક્ષો વચ્ચે તલવારો અને લાઠીઓ ચાલવા લાગી અને આગચંપી થઈ.

કચ્છ (પૂર્વ) એસપી મયૂર પાટીલના કહ્યાનુસાર સ્થિતિને કાબૂમાં કરી લેવા માટે ટીયરગેસના સેલ ફેંકવા પડ્યા હતા. હિંસા પછી ઘટના સ્થળ પર લગભગ 200 મીટર દુર ઝારખંડના એક મજુરની લાશ મળી હતી. પોલીસ એ જાણકારી મેળવી રહી છે કે શું તેનું મોત હિંસાને કારણે થયું છે. પોલીસનું કહેવું છે કે સંગઠન પાસે રવિવારે આ રથ યાત્રા કાઢવાની પરવાનગી ન્હોતી.