મેરાન્યૂઝ નેટવર્ક.રાપરઃ આજે ભારતીય સીમા સુરક્ષા દળની 37 બટાલિયન એ ખડીર અને પ્રાંથળ વિસ્તારમાં બોર્ડર પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ઝીરો પોઈન્ટ પીલર નં. શ1102 S પાસેથી ભારતીય સીમામાં આવેલા પાકિસ્તાની નાગરિક તગજી રાઉતુક વાલડિયા મેધવાળ રહે. કાસબો તા. મીઠી થરપારકર વારા ને ઝડપી પાડયો હતો અને આ પાક. નાગરિક ક્યાં કારણોસર ભારતીય સીમામાં આવ્યો તે બાબતેની તપાસ હાથ ધરી છે.

બીએસએફ દ્વારા બાલાસર પોલીસને હવાલે કરી વિધિવત ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે બાલાસર પીએસઆઇ ગોંજીયાએ વધુ તપાસ હાથ ધરી છે. થોડા સમય અગાઉ પણ આજ સરહદ પરથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. અવારનવાર વાગડ વિસ્તારની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાન નાગરિકો પકડાવાનો સિલસિલો છે તે ખતરા સમાન છે.