મેરાન્યૂઝ નેટવર્ક.ભચાઉઃ કચ્છમાં અબડાસામાં પેટા ચૂંટણીના ધમધમાટ છે ત્યાં હવે ભચાઉમાં એક દુષ્કર્મની ઘટના ઘટી છે. 7 વર્ષની બાળકી પર નરાધમ હવશ સાથે તૂટી પડ્યો અને બીચારીને મારી નાખી જેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી વધુ પુરાવા એકત્ર કરવામાં લાગી ગઈ છે.

મળતી માહીતી અનુસાર કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે લખાપરમાં એક 7 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કર્યાની હિચકારી ઘટના બની છે. લખાપરમાં આ બાળકીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતદેહના પરીક્ષણ દરમિયાન હકીકત સામે આવી કે બાળકીના મોત પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જોકે હાલ પોલીસને શંકા છે કે બાળા પર દુષ્કર્મ કરવાની આ ઘટનામાં કોઈ પરિચિત વ્યક્તિ હોવાનું માની રહી છે. પોલીસે આ ઉપરાંત અન્ય દિશાઓમાં પણ તપાસ હાથ ધરી છે.