મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ : ભૂકંપ બાદ કચ્છનાં બુલિયન એસોશિએશનને ઉભું કરવામાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન છે તેવા સોની સમાજનાં અગ્રણી પ્રાણલાલ સોનીનું બેંગ્લોર ખાતે શુક્રવારે નિધન થયું છે. તેઓ કચ્છની જાણીતી મહિલા આર્કિટેક્ટ માનસી સોનીનાં પિતા છે.છેલ્લા એકાદ વર્ષથી પ્રાણલાલભાઈ સોની નાદુરસ્ત હતા. દરમિયાન શુક્રવારે તેમનું કુદરતી મોત નિપજ્યું હતું.
Advertisement
 
 
 
 
 
ભુજમાં ભૂકંપ બાદ તેમણે શરાફ બજાર ઉભી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભુજ બુલિયન એસોસિએશનનાં પ્રમુખ તરીકે તેમણે યાદગાર કામ કર્યું હતું. તેમની આર્કિટેક્ટ દીકરી માનસી સોનીએ પણ ભુજનાં હિલ ગાર્ડન ઉપરાંત જુદાજુદા પ્રોજેકટમાં કચ્છનાં તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માના કાર્યકાળ દરમિયાન સારું એવું યોગદાન આપ્યું હતું. કચ્છમાં લાંબો સમય વિતાવ્યા બાદ માનસી સોની થોડા વર્ષો સુધી વિદેશમાં રહ્યા હતા. વર્ષોથી સોની પરિવાર બેંગ્લોરમાં સ્થાયી થયેલો હોવાને કારણે હાલ માનસી સોની તેમના પતિ સત્યેન સાથે બેંગ્લોરમાં જ રહે છે.