જયેશ શાહ (મેરાન્યુઝ.કચ્છ) રાજ્ય સરકારે આજે શનિવારે કરેલી IAS ઓફિસર્સની ટ્રાન્સફરમાં કચ્છ કલેક્ટર બદલાયા છે. જેમાં કચ્છનાં કલેક્ટર એવા મહિલા આઈએએસ  પ્રવીણા ડી.કે પણ બદલાયા છે. તેમની જગ્યાએ સીધી ભરતીથી IAS થયેલા ગુજરાતી અધિકારી સુજલ મયાત્રાને મુકવવામાં આવ્યા છે. સુજલ માત્ર એક ટકો ઓછો હોવાને લીધે બારમાં ધોરણમાં ટોપ ટેનમાં આવતા ચુકી ગયા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ એક માર્ક ઓછો હોવાને લીધે સુજલ મેડિકલની ગાડી પણ ચુકી ગયા હતા. મેડિકલને બદલે ફાર્મા સેકકટરમાં કરિયર બનાવનારા સુજલે માત્ર 25 વર્ષની ઉંમરે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની સિવિલ સર્વિસની પરિક્ષા પાસ કરેલી છે.

ફાર્મા સેકટરમાં કરિયર બનાવ્યા બાદ સુજલને તેમના અભ્યાસ અને જ્ઞાનનો ઉપયોગ ન થતો જોવા મળતા તેમણે આઈએએસ બનવાનું નક્કી કર્યું હતું. સરકારી કર્મચારીનાં સંતાન એવા સુજલ વર્ષ 2011ની બેચના IAS ઓફિસર છે. meranews.com રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં વાસાવડ ગામના સુજલે અમદાવાદની નિરમા યુનીવર્સીટીમાંથી બી.ફાર્મની ડીગ્રી મેળવ્યા પછી પંજાબમાંથી ફાર્માની માસ્ટર ડીગ્રી મેળવી હતી. તેમણે અમદાવાદમાં એક કંપનીમાં નોકરી કરતી વખતે લાગ્યું કે, તેમનો અભ્યાસ અને જ્ઞાન તો ઉપયોગમાં આવતું નથી. અને બસ, અહીંથી જ તેમની કરીયરનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો. ફાર્માની માસ્ટર ડીગ્રી હોવા છતાં તેમણે ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય સાથે પ્રથમ પ્રયત્નમાં જ યુપીએસસી ક્લિયર કરીને મેરાન્યૂઝ સાબિત કરી દીધું હતુ કે, ધ્યેય નક્કી હોય અને મહેનત હોય તો ઇચ્છીત સફળતા મેળવી શકાય છે. 

Advertisement


 

 

 

 

 

હવે આ યુવાન અધિકારી સુજલ સોમવારે રાજ્યનાં સૌથી મોટા જીલ્લા કચ્છનાં કલેક્ટરની ખુરશી ઉપર બેસીને આખા જિલ્લાનો વહીવટ કરશે.

77 IASમાં રાજકોટ-સુરત સહિતનાં કલેક્ટર્સ-DDO બદલાયા

લાંબા સમયથી જેની અટકળો ચાલતી હતી તેવી આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફરનો ઓર્ડર રાજ્ય સરકારે ધોળે દિવસે કર્યો હતો. સામાન્ય રીતે આ પ્રકારની બદલીઓ સરકાર ઓફીસ અવર્સ પછી રાતનાં અંધારમાં કરતી હોય છે. આ મેગા ટ્રાન્સફરમાં અન્ય બદલી સાથે રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનની બદલીએ ખાસ્સી એવી ચર્ચા જગાવી છે. મેરાન્યૂઝ સીએમનાં હોમ સીટી ઉપરાંત કેકેનાં ખાસ માનવામાં આવતા આ મહિલા આઈએએસને ગાંધીનગર ખાતે મિશન ડિરેકટર તરીકે નેશનલ હેલ્થ મિશનમાં શુષ્ક માનવામાં આવતી જગ્યાએ મુકવામાં આવ્યા છે. તેમને અમદાવાદના કલેક્ટર તરીકે મુકવવામાં આવશે તેવી ગોસિપ ચાલતી હતી. આ ઓર્ડરમાં નિવૃત્તિને આરે પહોંચેલા કેટલાક અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. ઓર્ડરને જોતા આગામી સમયમાં બદલીઓ વધુ એક રાઉન્ડની પણ શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.