મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપનાં એક યુવા નેતાને માર પડ્યો હોવાની એક ઘટના બહાર આવી છે. સપ્તાહ પહેલાની આ ઘટનામાં કચ્છ ભાજપનાં એક નેતાને એક યુવતીના પરિવારે ફટકાર્યો હતો. ભુજની ભાગોળે રંગેહાથ ઝડપાઇ ગયેલા આ રંગીન સ્વભાવનાં આ સ્થાનિક નેતાએ બીજે ક્યાંય નહીં પરંતુ જેમની સાથે પરિવાર જેવો નાતો હતો તેવા ભાજપનાં જ એક પૂર્વ ધારાસભ્યની ભત્રીજીના સાથે સંબંધ હતો. આ વાતની ખબર પડતાં જ પૂર્વ ધારાસભ્યના પુત્રો તેમજ તેના કાકાના પરિવારજનોએ ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ રહેલા આ નેતાને ફટકાર્યો હતો. વર્ષોથી ભાજપમાં રહેલા પૂર્વ ધારાસભ્યના પરિવારે આ અંગે ભાજપનાં મોવડી મંડળને પણ જાણ કરેલી છે, પરંતુ ગુજરાત સરકારમાં તેની જ્ઞાતિનાં જ એક મંત્રીનો ખાસ હોવાને કારણે તેની સામે પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

ભૂતકાળમાં ભુજ તાલુકામાં લોરીયા નજીક દારૂ પ્રકરણમાં મેથીપાક ખાઈ ચૂકેલા કચ્છ ભાજપનાં આ નેતાને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિકરાઓ સાથે જીગરી ભાઈબંધી હતી. જેને કારણે બંને પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધો પાંગર્યા હતા. સંબંધોની આડમાં મોજીલા આ નેતાએ જીગરી મિત્રની કઝીન ઉપર નજર બગાડી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. શરૂઆતમાં તો ફેમિલી રિલેશનને કારણે બહુ શંકા ન ગઈ હતી પરંતુ અવાર નવાર કચ્છ ભાજપના આ નેતાની કાર તેમજ ધારાસભ્યની ભત્રીજીનું વાહન એક જગ્યાએ જોવા મળતા પૂર્વ MLAના પરિવારને શંકા ગઈ હતી અને તેમની ઉપર વૉચ રાખવામાં આવી હતી. દરમિયાન ભુજનાં મુન્દ્રા રિ-લોકેશન રોડ ઉપર એક બંગલામાં બંને હાજર હોવાની બાતમી મળતા યુવતીનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને રંગીન મિજાજી આ નેતાને ફટકાર્યો હતો.

ત્યારબાદ આ અંગે ભાજપના ઉચ્ચ નેતાઓને આ છેલબટાઉ નેતા અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ સપ્તાહ પછી પણ કહેવાતા સભ્ય અને શિસ્તબદ્ધ પક્ષ દ્વારા ગુજરાત સરકારના મંત્રીની શેહ શરમને લીધે કાર્યવાહી ન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે મામલો માધ્યમો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

મહિલાઓને તુકારે બોલાવે છે આ નેતા

સત્તા અને શરાબના નશામાં ચૂર આ નેતા ભૂતકાળમાં ભુજ નગર પાલિકામાં પણ એક મહત્વપૂર્ણ જગ્યાએ ચેરમેન તરીકે હતો. ત્યારે તેને મળવા કે રજૂઆત અથવા તો કામ માટે મહિલાઓ આવે તેમને તુકારે બોલાવતો હતો અને તેના આ સંબોનધનમાં જે ફસાઈ જાય તેને તે વાડીએ બોલાવતો હતો. તેની આ વાસનાભરી નજર અને બોલાવવાની સ્ટાઈલને લીધે ભુજ નગર પાલિકામાં સભ્ય મહિલાઓ તેની ચેમ્બરમાં જવાનું પણ શક્ય તેટલું ટાળતી હતી.

ધારાસભ્યના પુત્રનું પ્રકરણ પણ આવવાની તૈયારીમાં

નલિયા કાંડથી બદનામ થયેલા કચ્છમાં ભાજપનાં અમૂક શિસ્તને વરેલા તેમજ ચુસ્ત સંધી નેતાઓને બાદ કરતાં મોટાભાગના નેતાઓને કારણે ભાજપનું નામ બદનામ થઈ રહ્યું છે. પિતાને પગલે એક યુવા અને ઝીણા યુવા નેતાનું ઇલુ ઇલુ પણ હાલમાં ચર્ચામાં છે. ધારાસભ્યના આ પુત્રે તો ભાજપમાં નહીં પરંતુ કોંગ્રેસમાં રહેલી એક યુવા તીખી મહિલા અગ્રણીને ફસાવી છે. મોંઘી ગિફ્ટ આપવા ઉપરાંત એકાંતમાં બંનેની મુલાકાતોથી તેમની આસપાસના લોકોની પણ આંખો પહોળી થઇ ગઈ છે. ટૂંક સમયમાં આ પ્રકરણ પણ રંગે ચંગે બહાર આવે તો નવાઈ નહીં.