મેરાન્યૂઝ નેટવર્ક. કચ્છ: ભુજનાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં એક સબ ઇન્સ્પેક્ટર સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા એસીબીનાં હાથમાં આવી જતા ખળભળાટ મચી ગયો છે. એક કેસમાં માત્ર 15 હજારની લાંચ લેવામાં ત્રણ પોલીસ કર્મચારી સપડાઈ જતા પોલીસ બેડામાં પણ સન્નાટો છવાઈ ગયો છે.

અમદાવાદ રેન્જનાં આર.આર.સેલનાં કર્મચારી દ્વારા લાખો રૂપિયાની લાંચ કરવાની ઘટનાનાં પડઘા હજુ શમ્યા પણ નથી ત્યાં કચ્છમાં એક સાથે ત્રણ પોલીસ કર્મચારી માત્ર પંદર હજાર લેતા ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. એસીબી દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ સુત્રોનું માનીએ તો ગોહિલ નામના એક પીએસઆઇ સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ પણ આ લાંચમાં સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ કાર્યવાહી ચાલી રહી છર ત્યારે આ કેસમાં વધુ કોઈ ખુલાસાની પણ સંભાવના જોવામાં આવી રહી છે.