મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મંત્રી કુંવરજી બાવળીયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદ પરથી મુક્તી મેળવી લીધી પછી કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે વિવાદો થયા છે. નવ નિયુક્ત અધ્યક્ષે જ બાવળીયા સામે ગંભીર આરોપો મુક્યા છે. તેમણે કહ્યું કે બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યું છે. મંત્રી બનવા ભાજપમાં જોડાયા અને હવે મંત્રી બન્યા પછી સમાજને તોડવાનું કામ કર્યું છે. તેમની પ્રવૃત્તિ સંગઠન વિરોધી હતી. આ બાજુ બાવળીયાએ સ્પષ્ટ કહ્યું કે પોતે સમય આપી શક્તા ન હોવાથી પદમાંથી મુક્તી લીધી છે.

સમાજના નવ નિયુક્ત અધ્યક્ષ અજીત પટેલે દાવો કર્યો કે, કુંવરજી બાવળીયા મંત્રી બનવા જ ભાપજમા જોડાયા હતા. મંત્રી બનીને પોતાના લાભ માટે જ કામ કર્યું. કુંવરજી બાવળિયાએ સમાજના ભાગલા પાડ્યા. સમાજના બંધારણ વિરુદ્ધ બાવળીયાએ કામ કર્યુ. 3 કાર્યકાળ પુર્ણ થયા બાદ કોરોનાના કારણે કુંવરજી બાવળીયાને એક વર્ષનું એક્સ્ટેન્શન અપાયુ હતુ. એક્સટેન્શનનો સમયગાળો પુર્ણ થતા પ્રમુખ પદ માટે ફરી દાવેદારી નોંધાવી નહોતી. કોળી સમાજની અજમેર ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારણીમાં હાજર નહોતા રહ્યા.
 

Advertisement