મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે થયેલી બબાલ હવે ઘણું મોટું સ્વરૂપ લેતી જતી હોય તેવું લાગી રહ્યું છે. આજે જ્યારે સુનિતા કમિશ્નર કચેરી પર નિવેદન આપવા પહોંચી તો ત્યાં એક તરફ લોકો પોલીસ અને સુનિતા યાદવ સાથે ઘર્ષણ થયું હતું. આ ઉપરાંત હેડક્વાર્ટર ખાતે તેણે મીડિયા કર્મચારીઓને પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભાન કરાવ્યું હતું.

હેડ ક્વાર્ટર ખાતે જ્યારે સુનિતા એક હોસ્ડા સીટી કારમાં પહોંચી તો ત્યાં ટીવી મીડિયા તેનું મંતવ્ય જાણવા માટે માઈક લઈને પહોંચ્યું. લગભગ ત્યાંના સ્થાનીક તમામ મીડિયાના બુમ માઈક્સ વીડિયોમાં જોઈ શકાય છે. તે તમામ ચેનલ્સના કેમેરામેન અને રિપોર્ટર્સે જ્યારે ધક્કામુક્કી શરૂ કરી ત્યારે તે જોઈ સુનિતા યાદવ ફરી એ જ કડકાઈના સ્વરૂપમાં આવી હતી જે કડકાઈ કુમાર કાનાણીના પુત્રએ જોઈ હતી.

આ વખતે સુનિતાએ આકરા શબ્દોમાં મીડિયાને ઈન્ટરવ્યૂની ના પાડી અને કહ્યું કે આપણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પાઠ ભણાવીએ છીએ તો તમે આ શું કરી રહ્યા છો. તમે પહેલા મારાથી દૂર રહો અને પહેલા તમે પોતે એક બીજાથી દૂર જાઓ. જોકે તેની આ વાત ઘણાને સારી લાગી નથી પરંતુ ખરેખરમાં જોવા જઈએ હાલ તકેદારીના પગલા લેવા તે ગુજરાતના તમામ લોકો માટે જરૂરી છે. ચાહે તે સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઈ સેલીબ્રીટી. (Screenshots photos from ABP Asmita)