મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ૧૪ જિલ્લામાં "કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૧-૨૨" માં ખાતર અને બિયારણ કીટ વિતરણનો વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી શુભારંભ કરવામા આવ્યો હતો.આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ એમ કુલ-૧૪ જિલ્લામાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

દર વર્ષે કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત વનબંધુઓની ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે રાજ્ય સરકાર આ કાર્યક્રમ કરે છે. આદિજાતિ જિલ્લામાં વનબંધુઓ તેમના પાક સાથે વિકાસ ના બીજ વાવે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ યોજનાથી અંબાજીથી ઉમરગામ ૧.૨૦ લાખ વનબંધુઓને આ વર્ષે ૩૧ કરોડના ખર્ચનો લાભ મળશે. ૧૦ વર્ષમાં લગભગ ૧૦ લાખ વનબંધુઓને ૨૫૦ કરોડની સહાય રાજ્ય સરકારે કરી છે. શાકભાજી અને મકાઇના બિયારણ માટે સરકાર લાભ આપશે. જેમાં યુરિયા ખાતર - ૪૫ કિલો ગ્રામ , NPK - ૫૦ કિલોગ્રામ અને એમોનિયા સલ્ફેટ ની ૫૦ કિલોગ્રામ ની કીટ આપવામાં આવશે. શાકભાજી , ટામેટા , બાજરી , રીંગણ સારા પ્રમાણમાં ઉગે અને ખેડૂતોની આવક બમણી થાય તે સરકારનો‌ ઉદ્દેશ છે.

આ કાર્યક્રમ આગામી વર્ષ માટે આદિજાતિ ખેડૂતોને સારું બિયારણ સારું ખાતર પ્રાપ્ત થાય તે માટેનો છે. ખેડૂત સમૃદ્ધ તો ખેતી સમૃદ્ધ, ખેતી સમ્રુદ્ધ તો ગામડા સમૃદ્ધ, ગામડું તો સમૃદ્ધ શહેરમાં આવક આવશે તેવું  CM રૂપાણીએ જણાવ્યું હતું.

૨૨ જુન ૨૦૨૧ ના દિવસે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવા, આદિજાતી વિકાસ રાજ્યમંત્રી રમણ પાટકર તેમજ જિલ્લા કક્ષાએ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો તેમજ પ્રાયોજના વહીવટદાર સહિત હોદ્દેદારો અને વનબંધુઓ (લાભાર્થીઓ) ઉપસ્થિત રહ્યા હતા.
(Edited by- Hemil Parmar)