મેરાન્યૂઝ નેટવર્ક, શહેરા : પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ ચરણમા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોરે વેજલપુર ખાતે સભા સંબોધન કરવાના છે. ત્યારે શહેરા ખાતે આજે પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ સાથે મરૂડેશ્વર મંદિરે ભોલેબાબાના દર્શન કર્યા હતા. હાર્દિક પટેલનું શહેરાના કોગ્રેસના ઉમેદવાર દૂષ્યંતસિંહ ચૌહાણ તેમજ અન્ય કાર્યકરો દ્રારા ફુલહારથી સ્વાગત કરવામા આવ્યું હતું. પંચમહાલની આજે આમ અચાનક હાર્દિક પટેલની મુલાકાતથી રાજકીય વાતાવરણ ગરમાયુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા મરુડેશ્વર મહાદેવ મંદિર ખાતે હાર્દિક પટેલ અને પાટીદાર અગ્રણીઓનું કોગ્રેસના શહેરા બેઠકના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ તેમજ કાર્યકરો દ્રારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દુષ્યંતસિંહ ચૌહાણ અને હાર્દિક પટેલ સાથે મરુડેશ્વર મહાદેવના શિવલીંગની સાથે જળાભિષેક કર્યો હતો. મંદિરના મહંત શ્યામ નારાયણગીરીજી મહારાજના પણ આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમા માત્ર એટલુ જણાવ્યુ કે, "હું પંચમહાલ જિલ્લાના મારા પાટીદાર મિત્રોને મળવા આવ્યો છું. જોકે દિનેશ બાંભણીયા વિશે કંઈપણ ટીપ્પણી કરવા અંગે મૌન ધારણ કર્યુ હતુ.

ત્યારબાદ તે મહિસાગર જિલ્લા તરફ જવા રવાના થયો હતો. એક બાજુ શહેરાના કોગ્રેસના ઉમેદવાર દુષ્યંદુષ્યંતસિંહ ચૌહાણ પોતે બારીયા ક્ષત્રીય સમાજમાંથી આવે છે ત્યારે તેમણે પાટીદાર નેતા હાર્દિક ની મુલાકાતથી શહેરાના રાજકારણમા પણ ગરમાવો આવી ગયો હતો. અને રાજકીય અટકળો તેજ બની હતી.