મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ગુજરાતી અને હિન્દી ફિલ્મો, ટીવીમાં પણ ઘણી સિરિયલમાં અભિનય કરી ચુકેલા કિરણ કુમાર (Kiran Kumar)નો હવે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અગાઉ થોડા દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો જેને પગલે તેમને કોરોના વાયરસથી પીડિત હોવાને પગલે પોતાને ઓસોલેશનમાં રાખવા પડ્યા હતા. કિરણ કુમારનો આ ત્રીજી વખત રિપોર્ટ કરાવવામાં આવ્યો છે જે નેગેટિવ આવતા હાંશકારો થયો છે. જોકે તેમનો પરિવાર હજુ પણ આસોલેશનને લઈને કડક છે અને બિમારી દરમિયાન લેવાતી તમામ સાવધાનીઓનું પાલન કરી રહ્યો છે.
કિરણ કુમારે કહ્યું કે,  

ક્યારેય કલ્પનામાં પણ ન વિચાર્યું હોય એવું ભયાવહ સપનું! પણ હવે સુરક્ષિત છું.

થોડા અઠવાડિયા અગાઉ રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયો હતો. ત્યાં તેમને અમુક ટેસ્ટ કરાવવા જણાવ્યું જેમાં સરકારની માર્ગદર્શિકા મુજબ કોરોના ટેસ્ટ પણ ફરજિયાતપણે કરવાનો હતો. મારી પુત્રી પણ મારી સાથે હતી. અમે ટેસ્ટને મજાકમાં લીધો અને આ એક ફોર્માલિટી છે અને અમે પાછા ઘરે મોજમાં રહીશું. રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકમાં તો ઘરને કોર્ડન કરી લેવાયું અને એ આઇસોલેશન ઝોનમાં ફેરવાઈ ગયું. ખારની હિન્દુજા અને લિલાવતિ હોસ્પિટલના ડૉક્ટર્સે ભયનો માહોલ ન સર્જાય એ માટે અમને પૂરી જાણકારી આપી. મુંબઈ મહાપાલિકાએ મારા સ્ટેટસની જાણકારી આપવાની સાથે તમામનો વિટામિન્સ ડૉઝ વધાર્યો. આજે ફરી કોવિડ-19 ટેસ્ટ કરાયા બાદ મને જણાવતા આનંદ થાય છે કે ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જોકે મારું ફૅમિલી આજે પણ આઇસોલેશનના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરી રહ્યું છે.
હજુ પણ મારો સમય મેડિટેશન, ઓટીટી કન્ટેન્ટ જોવામાં અને પુસ્તકો વાંચવામાં ગાળી રહ્યો છું. એવા ઘણા પુસ્તકો હતા જે ખરીદ્યા બાદ વાંચી શક્યો નહોતો એ વાચવાનો અવસર મળ્યો.

આવા પડકારજનક સમયમાં સાથ આપનાર તમામ સ્ટાફનો આભાર માનું છું. ઉપરાંત મિત્રો અને પરિવારજનો જેઓ આવા કટોકટીના સમયમાં પણ વિચલિત થયા વિના આપેલા સાથને કારણે હું આજે સાજોનરવો આપની સમક્ષ પાછો આવ્યો છું. તો મારા સાળા ડૉક્ટર દીપક ઉગ્રા જેઓ એક સુપરમૅનની જેમ મારી પડખે ઊભા રહ્યા.

આપનો કિરણ કુમાર (Kiran Kumar)