મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ ખાતે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. દરમિયાન તેમણે એનએસયુઆઈના પદાધિકારીઓની પણ ઘોષણા કરી હતી. હર્દિક પટેલ સાથે અહીં ઘણા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ હાજર હતા. તેમણે આ દરમિયાન વિદ્યાર્થીઓને કોંગ્રેસમાં આગળ વધવા અંગે કેટલીક વાતો મુકી હતી.

રાજકોટ જિલ્લાની મારવાડી યૂનિવર્સિટીમાં આજે એનએસયુઆઈના પદાધિકારીઓની નિમણૂંક થવાની હતી. આ દરમિયાન હાર્દિક પટેલે પદાધિકારીઓની ઘોષણા કરી હતી. તેમણે આ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. એનએસયુઆઈના વિદ્યાર્થી પદાધિકારીઓને મજબૂત કરીને, વિદ્યાર્થી અધિકાર લડાઈમાં પ્રતિનિધિત્વ અપાવવા માગે છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ વિદ્યાર્થી નેતા પેદા કરીને દેશની તમામ વ્યવસ્થામાં પોતાનું પ્રતિનિધિત્વ બતાવશે. સાથે જ એક વાત જરૂર કરીશ કે, રાજાનો દિકરો જ રાજા નહીં બને, જે હકદાર હશે તે જ રાજા બનશે. ઉલ્લેખનીય છે કે સુપર 30 ફિલ્મનો આ ડાયલોગ અહીં હાર્દિક પટેલે વિદ્યાર્થીઓમાં જોશ ભરવા માટે ઉલ્લેખ્યો હતો.