મેરાન્યૂઝ નેટવર્ક.સિયોલઃ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનએ પહેલીવાર પોતાના દેશના લોકોની માફી માગી છે. ગાર્ડિયનની રિપોર્ટ અનુસાર તેમણે મહામારીના સમયમાં લોકોના સાથે ઊભા ન રહી શક્વાને કારણે માફી માગી છે. તેમણે પાર્ટીના 75મા સ્થાપના દિવસ પર આયોજીત કરાયેલા કાર્યક્રમમાં ભાવુક થઈને આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે તેમના વિશ્વાસ પર ખરા ઉતર્યા નથી જે ઉત્તર કોરિયાઈ લોકોને તેમના ઉપર છે અને તેથી તે તેમની ક્ષમા માગે છે.

રિપોર્ટ અનુસાર કિમએ ભાષણ દરમિયાન પોતાના ચશ્મા ઉતાર્યા અને આંસુ લુછ્યા. તેમણે પૂર્વજો દ્વારા કરાયેલા મહાન કાર્યોના વારસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મને આ દેશનું નેતૃત્વ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જે કિમ 2-સુંગ અને કિં જોંગ- ઈલના કારણે છે. હું લોકોના મારા પર મુકાયેલા વિશ્વાસનો આભાર વ્યક્ત કરું છું. મારા પ્રયાસ અને ઈમાનદારી જીવનમાં આવનારી મુશ્કેલીઓથી આપણા લોકોને છૂટકારો અપાવવા માટે પુરતા નથી.

પોતાના ભાવુક ભાષણમાં કિમે આ સમયે કોરોના વાયરસને કારણે પડકારરૂપ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે વિશ્વના અંગે વાત કરી અને તેમણે દક્ષિણ કોરિયાના સાથેના સંબંધો સુધરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે અમેરિકા પર કોઈ પ્રત્યક્ષ આલોચનાથી દૂરી રાખી હતી.

શનિવારે, ઉત્તર કોરિયાએ તેની નવીનતમ મિસાઇલનું નિદર્શન કર્યું, જે એક વિશાળ સૈન્ય પરેડમાં ઉત્તર કોરિયાની જાણીતી આંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલો (આઈસીએમબીએસ) કરતા મોટી છે. પરેડ બાદ, દક્ષિણ કોરિયાએ રવિવારે ચિંતા વ્યક્ત કરી અને ફરી એક વખત ઉત્તર કોરિયાને તેના અગાઉના નિઃશસ્ત્રીકરણના વચનોનું પાલન કરવા વિનંતી કરી.

દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'ઉત્તર કોરિયાએ નવી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ હોવાના શંકાસ્પદ શસ્ત્રોનું અનાવરણ કર્યું છે.' એક નિવેદનમાં, ઉત્તર કોરિયા તેના 2018 ની આંતર-કોરિયન સોદા દ્વારા દુશ્મનાવટ ઘટાડવાની અપેક્ષા ના હેતુ વિશે યાદ અપાવ્યું હતું.