મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક બાળક ગીત ગાતો હોવાનો એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જે સાંભળીને તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો. તેણે કારમાં બેસીને અરિજિત સિંહનું સૌથી લોકપ્રિય ગીત 'બડા પછતાઓંગે ...' ગાયું હતું. તેણે એટલી મધુર રીતે ગીત ગાયું, તમને પણ વારંવાર સાંભળવાની ઈચ્છા થશે. આ વીડિયોને ઘણાં ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં તે પંજાબી ગીતો ગાતો જોવા મળી રહ્યો છે. તે એક જ પેજ પર 4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

વીડિયોમાં, કાર ડ્રાઈવર બાળક સાથે વાત કરે છે, જ્યાં બાળક કાર ડ્રાઇવરને ગીત સાંભળવાનું કહે છે. તે બાળકને કારની અંદર બેસાડે છે  અને તે ગાવાનું શરૂ કરે છે. આ સાંભળીને કાર ચાલક પણ આશ્ચર્યચકિત થઈ ગયો. નાના બાળક જે રીતે સૂરમાં ગાય છે તે સાંભળીને તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આ પછી તેણે બીજું એક પંજાબી ગીત પણ ગાયું. આ વીડિયો કાર ચાલક દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો હતો. ત્યારબાદ ઘણા પેજ એ તેને શેર કર્યું છે.

આ વીડિયો 4 જૂને શેર કરવામાં આવ્યો  છે. તે ઘણા ફેસબુક પેજ અને ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે, જ્યાં તેને મિલિયન વ્યૂ મળી ગયા છે. લોકો બાળકની પ્રશંસા કરી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

એક યુઝરે લખ્યું કે, 'આવા નાના બાળકએ અરિજિત સિંહનું સૌથી મુશ્કેલ ગીત, બહુ શાનદાર રીતે ગાયું, મજા આવી ગઈ .' બીજા એક યુઝરે લખ્યું, 'હું સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો.' ત્રીજા યુઝરે લખ્યું, 'આ બાળકને રિયાલિટી શોમાં જવું જોઈએ. આ બાળક આગળ જઈને એક  મોટો ગાયક બની શકે છે.