મેરાન્યૂઝ નેટવર્ક.ખેડબ્રહ્માઃ ખેડબ્રહ્મા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી અનેક ઘટનાઓ બહાર આવી છે. ખેડબ્રહ્મા શહેરમાં કેટલાય સમયથી બાઈક ચોરોનો તરખાટ છે. ત્યારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ રાત્રીના સમયે ચેકિંગના બહાને દારૂના નશામાં મદમસ્ત બનેલા પોલીસ કોન્સ્ટેબલે રીડિંગ કરી ઘરે વાહન લઈ પરત ફરતા વિદ્યાર્થીઓને સામે બિભસ્ત વર્તન કરી બેફામ વાણી વિલાસ કરતા પોલીસ કર્મચારીના વર્તનથી ડઘાઈ ગયેલા એક વિદ્યાર્થીએ 100 નંબર પર કોન્સ્ટેબલ વિરુધ્ધ ફરિયાદ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ખેડબ્રહ્માના વાસણા રોડ વિસ્તાર મા રહેતા પ્રજાપતી હિતેશભાઈ અને  મિત્રો રાત્રીના સમયે પોતાનુ રીડીંગ પતાવીને પાછા ધર તરફ આવતા હતા, ત્યારે હનુમાનજી મંદિર પાસે પોલીસની ગાડીએ એમને રોકીને પુછપરછ ચાલુ કરી હતી. ગાડીમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલ નીચે ઉતરી વાણીવિલાસ ચાલું કર્યો હતો અને હાથ ઉઠાવવાનો પ્રયત્ન કરી વિદ્યાર્થીઓને ધમકાવવાનો પ્રયત્ન કરતા વિધાર્થીઓએ પોલીસ ને જણાવ્યું કે અમે વાંચીને પાછા ધર તરફ જઈએ છીએ. વિદ્યાર્થીઓના કહ્યા મુજબ એક પોલીસ અધિકારી નશાની હાલતમાં હોઈ વિદ્યાર્થીઓને પરેશાન કરતા ધરે પહોંચીને વિધાર્થીએ 100 નંબર પર ફરિયાદ નોંધાવી હતી. ખેડબ્રહ્મા પોલીસતંત્રમાં ભારે દોડધામ મચી હતી.

વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર એક પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ચકચૂર બની બિન્દાસ્ત લુખ્ખાગિરી પર ઉતરી આવતા ન છૂટકે પોલીસ કર્મચારીને કાયદાનો પાઠ ભણાવવા મજબુર બનવું પડ્યું હતું.