મેરાન્યૂઝ નેટવર્ક. ખેડા: કપડવંજ તાલુકાના દહીંઅપ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નહેરમાં સ્થાનિક લોકોને એક કાર સ્વીફ્ટ ‍GJ01RG0385 ડૂબેલી નજરે ચઢી હતી. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ઉપરોક્ત ઘટનાને લઇ કપડવંજ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી રૂરલ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને શહેરમાંથી કાર ને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ક્રેઈન અને જેસીબીની મદદથી કાર ને બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કનકપુર (કોજાણકંપા) ગામના રહેવાસી ઈન્દ્રવદનભાઈ ગણેશભાઈ પટેલ ઉંમર 57 અને તેમના પત્ની જયાબેન ઈન્દ્રવદનભાઈ પટેલ ઉંમર 57 નો મૃતદેહ તેઓની કારમાંથી મળી આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

ઈન્દ્રવદનભાઈ અને જયાબેનને સંતાનોમાં બે પુત્રો છે જેમાં જયેષ્ઠ પુત્ર નિમેષભાઈ ઉંમર 40 ખેતી સાથે સંકળાયેલા છે જ્યારે નાનો પુત્ર શિતેન ઉંમર 38 અમદાવાદ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરે છે. બંને પુત્રો પરિણીત છે અને પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે ત્યારે અચાનક ઘરના મોભી સમાન ઈન્દ્રવદનભાઈ અને તેમના ધર્મ પત્ની જયાબેન નો નહેરમાં ખાબકેલી કારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

નહેરમાં ખાબકેલી કારમાંથી દંપતીનો મૃતદેહ મળી આવતા પરિવાર આઘાતમાં

નર્મદા નહેર માથી મળી આવેલ કારમાંથી દંપતીનો મૃતદેહ મળી આવતા ઈન્દ્રવદનભાઈ નો પરિવાર સગાવહાલાઓ તેમજ મિત્ર વર્તુળ અને ગ્રામજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.