મેરાન્યૂઝ નેટવર્ક.મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ખારગોન જિલ્લાની એક ગ્રામ પંચાયતમાં ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અન્ય અભિનેત્રીઓની તસવીર રોજગાર ગેરંટી જોબકાર્ડ પર મુકીને છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. પંચાયત સચિવ અને રોજગાર સહાયક દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે.

જિલ્લામાં, ઓનલાઇન જોબકાર્ડ્સ પર ગ્રામ્ય મહિલા-પુરુષોનાં સ્થાને અભિનેત્રીઓની તસવીર લગાવવામાં આવી છે . એટલું જ નહીં આ જોબકાર્ડ્સ પર વેતનની રકમ પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે, ઘણા ગ્રામજનોને ખબર પણ નથી કે તેમના નામે ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે કારણ કે તેઓ ક્યારેય કામ પર ગયા નથી.

ગ્રામજનો પાસેના જે જોબકાર્ડ છે તેની  સંખ્યામાં તફાવત છે. કેટલાક ખેડુતો એવા છે કે જેમની પાસે 50 એકર જમીન હોવા છતાં, તેમના નામે ફિલ્મ અભિનેત્રીઓની તસવીર સાથે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. ઝીર્નીયા જિલ્લા પંચાયતના પીપળાખેડા નાકામાં 15 જોબકાર્ડ એવા છે જેમાં અભિનેત્રીઓની તસવીર લગાવવામાં આવી છે.

ગામનો એક એવો ખેડૂત મનોજ દુબે જેની પાસે લગભગ 50 એકર જમીન છે. તે કહે છે કે મેં ક્યારેય જોબ કાર્ડ કઢાવ્યું જ નથી  કે હું ક્યારેય વેતન પર ગયો નથી. પ્રધાન અને સચિવે મારું બનાવટી કાર્ડ બનાવ્યું છે અને 30,000 રૂપિયા ઉપાડી લીધા છે. મારા કાર્ડમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની તસવીર લગાવેલી છે. અમે તેના વિશે ફરિયાદ કરીશું.

આ મામલો સામે આવ્યા પછી, આઈએએસ અધિકારી, જિલ્લા પંચાયતના સીઇઓ ગૌરવ બેનાલે કહ્યું છે કે આ મામલો ધ્યાનમાં લેવામાં આવ્યો છે. તેમાં 11 જોબ કાર્ડ્સની માહિતી છે. તેમાં કથિત રીતે અભિનેત્રીઓની તસવીર છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ રકમ ઉપાડવામાં આવી છે અને મસ્ટરરોલ ભરવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળશે કે આ જોબકાર્ડ્સ કેવી રીતે આપવામાં આવ્યા છે. જે તપાસમાં દોષી જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.