મેરાન્યૂઝ નેટવર્ક.ખંભીસરઃ ડિજિટલ ઇન્ડિયા અને વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતા ભારત દેશ માટે દેશના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અનુ.જાતિ અને અનુ.જનજાતિ સમાજના લોકો સામે કહેવાતા સ્વર્ણ સમાજ દ્વારા સતત અશ્પ્રુશ્ય હોવાનો અહેસાસ કરાવતા અને હડધૂત કરવાની સતત ઘટનાઓ દેશ અને હિન્દુ સંસ્કૃતિ માટે કાળી ટીલી સમાન છે.
ગુજરાતમાં થોડા મહિના અગાઉ અનુ.જાતિ સમાજના યુવકોના વરઘોડા રોકવાની ઘટના પછી ઘર્ષણની ઘટનાઓ સામે આવતા સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાત પડ્યા હતા અને રાજ્યને ભારે બદનામીનો સામનો કરવો પડ્યો હતો. અશ્પ્રુષ્યતાની ઘટના બને એટલે રાજકીય રોટલા શેકવાનું ચાલુ થઈ જતું હોય છે.
હિન્દુ ધર્મમાં રહેવાનો કોઇ ફાયદો નથી, જેથી અમે હિન્દુ ધર્મનો ત્યાગ કરી રહ્યા છીએનું જણાવી ખંભીસર વરઘોડા ઘર્ષણની ઘટના બન્યા પછી ૨ અનુ.જાતિના પીડિત પરિવારો સહીત ૧૦૫ લોકોએ ઇડર ખાતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો.
દશેરાના દિવસે બુદ્ધ સાહેબ ધમ્મ સંઘ ઇડર બુદ્ધ વિહાર બાવાની મઢી પાછળ બુદ્ધ ધર્મ દિશા અંગીકાર કાર્યક્રમમાં ૧૦૫ અનુ.જાતિના લોકોએ ગુજરાતમાં અનુ.જાતિ સમાજની અવગણના થઈ રહી હોવાની અને સરકાર અનુ.જાતિ સમાજના લોકો સાથે બનતી આભડછેટની ઘટનાઓ નિષ્ફળ રહી હોવાની સાથે સતત ઉત્પીડનની ઘટનોમાં વધારો થતા બૌદ્ધ ધર્મ અપનાવાની ફરજ પડી હોવાનું બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો.
બૌદ્ધ ધર્મ સાથે સાંકળયેલા લોકોના જણાવ્યા અનુસાર ધર્મ પરિવર્તન માટે ગરીબી જેટલો જ અગત્યનો મુદ્દો સામાજિક ભેદભાવ છે. જેના પગલે મુખ્યત્વે આદિવાસી અને દલિત સમાજ ધર્મ પરિવર્તન કરવા મજબુર બને છે. દેશના હિન્દુઓની જ્ઞાતિ વ્યવસ્થા દલિતો પ્રત્યે ઘોર સામાજિક અસમાનતા આચરે છે. વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિ વ્યવસ્થાના ફળસ્વરૂપે દલિતો સામે અસ્પ્રુશતા આચરવામાં આવે છે અને જગ્ન્ય અત્યાચારો થાય છે. દલિતોની સમાનતા માટે આજીવન સંઘર્ષરત રહેલા ર્ડો.બાબા સાહેબ આંબેડકરને દલિત સમસ્યાનો એકમાત્ર ઉકેલ હિન્દુ ધર્મના ત્યાગમાં દેખાયો હતો અને હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. જેને પગલે અનુ.જાતિના અશ્પ્રુષ્યતાનો ભોગ બનેલા સતત અશ્પ્રુષ્યતાની ઘટનાઓના પગલે અનુ.જાતિના લોકો બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ અને ગતિશીલ ગુજરાતનો સમગ્ર વિશ્વમાં પરપોટો ફુલાવવામાં આવ્યો હોવાનું અને ગુજરાતના વિકાસ અંગે જણાવ્યું હતું કે, વિકાસનો સાચો અર્થ એ છે કે લોકો સામાજિક પ્રશ્નો પર વૈજ્ઞાનિક ઢબે વિચારતા થાય આર્થિક સંપત્તિ વધે પણ તેની સાથે સામાજિક અસમાનતા વધે એને વિકાસ કઈ રીતે કહેવો....? ભાજપ સરકારે રાજ્યમાં વહીવટ સુધારવા જિલ્લા અને તાલુકા ઉભા કર્યા અને અનેક સમરસતાના કાર્યક્રમો કરી રહી છે, તેમ છતાં આભડછેટ જેવા સામાજિક પ્રશ્નો ચરમસીમાએ પહોંચ્યા છે.