મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ KGF Chapter 2 આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાં સામેલ છે. પહેલા ચેપ્ટરની દમદાર એક્ટિંગ અને સ્ટોરી બાદ ફેન્સમાં તેના બીજા ભાગને લઈ જોરદાર ઉત્સુકતા છે. આ વખતે ફિલ્મમાં યશ, સંજય દત્તની સાથે બે-બે હાથ કરતા દેખાશે. ફિલ્મનું ટીઝર યશના જન્મદિવસ 8 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવનારું છે.

KGF માં રોકીભાઇનો દમદાર રોલ કર્યા બાદ તેના બીજા ચેપ્ટરમાં કન્નડ સુપરસ્ટાર યશ ફરીથી ધમાલ મચાવશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે ફિલ્મનાં ડિરેક્ટર એવા પ્રશાંત નિલે આ ફિલ્મનાં ટીઝરની રિલીઝ અંગે માહિતી આપી છે.

પ્રશાંત નિલે કરેલી ટ્વિટ અનુસાર ફિલ્મ 8મી તારીખે સવારે 10:18 એ રિલીઝ થશે. બોલિવુડ એક્ટર સંજય દત્ત આ ફિલ્મમાં ‘અધિરા’નો રોલ કરી રહ્યો છે, જેની ખાસ રાહ જોવાઇ રહી છે. ફિલ્મના પોસ્ટરમાં સંજય દત્તે મેટલની તલવાર પકડેલી છે.

આ ફિલ્મમાં સંજય દત્ત ખાસ જોવા મળશે. ઉપરાંત રવિના ટંડન, યશ, પ્રકાશ રાજ અને શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે. મહત્વનું છે કે, ફિલ્મનાં પહેલાં ભાગને ભવ્ય સફળતા મળી હતી અને સાથે જ ક્રિટિક્સ દ્વારા પણ ઘણું વખણાયું હતું.