મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો દર્શકોના કેજીએફઃ ચેપ્ટર 1 (KGF: Chapter 1)ને જોરદાર પ્રેમ મળ્યો હતો, જેમાં યશના કિરદારની પણ લોકોએ ખુબ પ્રશંસા કરી હતી. હવે તેના પ્રશંસક કેજીએફઃ ચેપ્ટર 2 (KGF: Chapter 2)માં રોકી ભાઈની ફરી ઝલક જોવા માટે સતત રાહ જોઈ રહ્યા છે. જોકે ફેન્સે ફિલ્મને લઈને જાણે વધુ રાહ જોવાઈ રહી નથી, તેથી તેમાંથી કેટલાક ફેન્સે KGF: 2 નું ટ્રેલર ખુદ જ બનાવી નાખ્યું છે. યશના ઉત્સાહી અખિલ ભારતીય પ્રશંસકોએ ખુદ જ (KGF: Chapter 2)ના માટે ફેન નિર્મિત ટ્રેલરના વિવિધ વર્ઝન યૂટ્યૂબ પર રિલીઝ કરી દીધી છે. ફેન્સ દ્વારા બનાવાયેલા આ ટ્રેલરને મોટી સંખ્યામાં જોવામાં આવ્યા છે. અહીં એવા કેટલાક અલગ અલગ ટ્રેલર્સ રજુ કરવામાં આવ્યા છે. તે તમામ વીડિયો આપ અહીં જુઓ....

(KGF: Chapter 2)ની રિલીઝની તૈયારીમાં ઘણી મહેનત કરવામાં આવી રહી છે અને તે નિશ્ચિત છે કે પોતાની આગામી ફિલ્મમાં એક અદ્ભૂત પર્ફોમન્સ આપવા માટે તૈયાર છે. અભિનેતા પોતાના શૂટિંગ માટે એટલો ગંભીર છે કે તેણે દસ મિનિટના એક દૃશ્યના શૂટ માટે છ મહિના ટ્રેનિંગ લીધી હતી.

(KGF: Chapter 2) કેજીએફ ચેપ્ટર 2માં યશની ભૂમિકા સાથે અભિનેતા સંજય દત્ત પણ વિલનની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મ આજ વર્ષે રિલીઝ થશે.