મેરાન્યૂઝ નેટવર્ક.કોચિ:રવિવારે સવારે કેરળના કોચિ જિલ્લાના થોપ્પુમ્પદી પુલ નજીક ગ્લાઈડર તૂટી પડતાં બે નૌકાદળ અધિકારીઓનું મોત થયું. નૌકાદળના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ નિયમિત તાલીમ માટે આઈએનએસ ગરુડ જવા રવાના થયા હતા અને ગ્લાઈડર સવારે સાત વાગ્યે ક્રેશ થયું હતું.

ગ્લાઈડરથી ઉડાન ભરીને આવેલા બે અધિકારીઓની ઓળખ ઉત્તરાખંડના લેફ્ટનન્ટ રાજીવ ઝા (39) અને બિહારના પેટી ઓફિસર (ઇલેક્ટ્રિકલ એર) સુનિલ કુમાર (29) તરીકે થઈ છે. ડોકટરો દ્વારા તેમને આઈએનએચએસ સંજીવની ખાતે મૃત જાહેર કરાયા હતા. દક્ષિણી નૌસેના કમાન્ડે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.