મેરાન્યૂઝ નેટવર્ક.કેરળઃ કેરળ પોલીસે ભાજપ સાંસદ શોભા કરાંડલાજેના સામે ધર્મ તથા જાતિ વગેરેના આધાર પર વિવિધ સમૂહોના વચ્ચે દુશ્મની વધારવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. પોલીસે આ કર્યવાહી શોભાની 22 જાન્યુઆરીની સોશ્યલ મીડિયા પોસ્ટને લઈને કરી છે.
કર્ણાટકના ઉદુપિ ચિકમંગલૂરથી સાંસદ શોભા કરાંડલાજેએ લખ્યું હતું કે, કેરળ બીજું કાશમીર બનવાના રસ્તા પર પગલા વધારી રહ્યું છે. મલ્લાપુરમની કટ્ટીપુરમ પંચાયતના હિન્દુઓને ત્યાં પાણીની સપ્લાય રોકી દેવાઈ હતી કારણ કે તેમણે સીએએ 2019નું સમર્થન કર્યું હતું.