મેરાન્યૂઝ નેટવર્ક.તિરુવનંતપુરમ / નવી દિલ્હી: કેરળમાં ઝીકા વાયરસના ચેપના કેસો શુક્રવારે વધીને 14 થયા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીએ વધુ 13 કેસની પુષ્ટિ કરી છે. આ પછી રાજ્યને એલર્ટ કરવામાં આવ્યું છે. કેરળમાં ગુરુવારે 24 વર્ષની ગર્ભવતી મહિલામાં આ મચ્છરજન્ય રોગની પુષ્ટિ થઈ હતી. રાજ્યમાં ઝિકા વાયરસનો આ પહેલો કેસ હતો. એવામાં , નિષ્ણાતોની એક કેન્દ્રિય ટીમ ઝીકા વાયરસની સ્થિતિ પર નજર રાખવા કેરળ જવા રવાના થઈ છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, 19 નમૂનાઓ પરીક્ષણ માટે સંસ્થાને મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 13માં ઝીકા વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. તેના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ છે, જેમાં તાવ, ફોલ્લીઓ અને સાંધાનો દુખાવો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે ઝિકા ચેપ અટકાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ઝીકા વાયરસની સ્થિતિ પર નજર રાખવા માટે સેન્ટ્રલ ટીમ રવાના થઈ
કેરળમાં ઝિકા વાયરસની સ્થિતિ પર નજર રાખવા અને બાબતોના સંચાલનમાં રાજ્ય સરકારને મદદ કરવા નિષ્ણાતોની છ સભ્યોની કેન્દ્રીય ટીમ દક્ષિણ રાજ્ય જવા રવાના થઈ.છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ઝિકાના કેટલાક કિસ્સા કેરળથી સામે આવ્યા છે. પરિસ્થિતિની દેખરેખ રાખવા અને રાજ્ય સરકારને મદદ કરવા અને ઝિકાના સંચાલનમાં રાજ્ય સરકારને મદદ કરવા છ સભ્યોની ટીમને ત્યાં પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં જાહેર આરોગ્ય નિષ્ણાતો, મચ્છરજન્ય રોગોના નિષ્ણાતો અને એઈમ્સના નિષ્ણાતો વગેરેનો સમાવેશ થાય છે.