મેરાન્યૂઝ નેટવર્ક.કેરળઃ કેરળમાં એક કાર દુર્ઘટનામાં બે મોડલ્સ સહિત ત્રણ વ્યક્તિ મોતને ભેટ્યા હતા. આ મામલામાં પોલીસે એક ઈંટીરિયર ડિઝાઈનરની ધરપકડ કરી છે. જેણે દુર્ઘટના પહેલા પોતાની કારથી તેમનો પીછો કર્યો હતો. આ મામલામાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે બુધવારે આ વાતની જાણકારી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ એક ચેનલને જણાવ્યું કે, ઈંટીરિટય ડિઝાઈનર સૈજુ થંકાચેનના મોબાઈલ ફોનમાં નશીલા પદાર્થોના દુરુપયોગના વીડિયો સહિત ગુનાથી જોડાયેલા ઘણા પુરાવા મળ્યા છે.

મિસ સાઉથ ઈન્ડિયા એન્સી કબીર (25) અને ભૂતપૂર્વ મિસ કેરળ અંજના શાજન (26)નું 31 ઓક્ટોબરના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે કારમાં બેઠેલા ત્રીજા વ્યક્તિનું થોડા દિવસો પછી મૃત્યુ થયું હતું. આ કેસમાં પોલીસે ઈન્ટિરિયર ડિઝાઈનર સૈજુ થાનકાચેનની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૈજુ થેંકચેન એ જ હોટલની પાર્ટીમાં હાજર હતો. જ્યાં બંને મોડલ હતા. સૈજુ થેંકચેને પાર્ટીમાં આમાંથી એક મોડલ સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે જ સમયે, જ્યારે બંને મોડલ તેમના મિત્રો સાથે હોટલની બહાર આવ્યા, ત્યારે સૈજુ તેમની કારનો પીછો કરવા લાગ્યો.

Advertisement


 

 

 

 

 

પોલીસ અધિકારીએ કહ્યું કે સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે તે તેમનો પીછો કરતો હતો અને કુંદનુરમાં તેમને રોક્યો હતો. આરોપીઓથી બચવા જે કારમાં મોડલ બેઠી હતી તેને ઝડપી પાડી હતી. જેના કારણે તેણી અકસ્માતનો શિકાર બની હતી.

અકસ્માતમાં માર્યા ગયેલા અંજના શાજનના ભાઈ અર્જુને એનડીટીવી સાથે વાત કરતાં કહ્યું કે, મારી બહેનને ગુમાવવી અને પછી પુરાવાનો નાશ થતો જોવો એ સરળ નહોતું. મને પોલીસ તપાસ પર વિશ્વાસ છે. તેણે એનડીટીવીને જણાવ્યું કે પોલીસ રિપોર્ટ મુજબ, પીછો કરવાને કારણે આ ઘટના બની હતી જે સૈજુ કરી રહ્યો હતો. તો હોટેલ માલિક રોયે ફૂટેજનો નાશ કેમ કર્યો? તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.