મેરાન્યૂઝ નેટવર્ક.કેરળ: મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પછી હવે સીબીઆઈએ કેરળમાં કેસ નોંધાવતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. કેરળના મંત્રીમંડળમાં તેનો નિર્ણય લેવામાં આવ્યો. અગાઉ આ બિન ભાજપ શાસિત રાજ્યોએ આ પ્રકારનો નિર્ણય લીધો છે હવે કેરળ સરકારે પણ કોઈપણ મામલાની સીબીઆઈ તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી છે.

એવું માનવામાં આવે છે કે કેરળ સરકાર લાઇફ મિશન હાઉસિંગ પ્રોજેક્ટમાં સીબીઆઈની દખલથી નારાજ હતી. તપાસ બાદ પ્રોજેક્ટને અસ્થાયીરૂપે અટકાવ્યો હતો. જે બાદ સીબીઆઈ તપાસ અટકાવવા કોર્ટે દખલ કરી હતી.