દિલ્હીમાં કોરોનાના વધતા કેસોને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન વધુ એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં મેટ્રો ટ્રેન બંધ રહેશે. દિલ્હીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે નવા લોકડાઉનમાં જાહેર લગ્ન પ્રસંગો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે કોઇને લગ્ન કરવા હોય તે ઘરમાં અથવા કોર્ટમાં કરી શકે છે. જેમાં 20થી વધુ લોકો હાજર નહીં રહી શકે. 

કેજરીવાલે જણાવ્યું હતું કે, 20 એપ્રિલે મજબૂરીમાં લોકડાઉન અમલી બનાવવું પડ્યું હતું. 26 એપ્રિલે પોઝિટિવ રેટ 35 ટકા હતો જે ઘટીને 23 ટકા થઇ ગયો છે. આ દરમિયાન સ્વાસ્થ્ય સુવિધાઓને પણ વધુ સારી બનાવી છે.  કેજરીવાલે કહ્યું હતું કે લોકડાઉનને લંબાવવાની આવશ્યકતા છે. જીવતા હોઇશું  તો આગળ ઘણું કરી શકીશું. જેથી અમને મજબૂરીમાં લોકડાઉનને આગળ વધારવું પડી રહ્યું છે. આગામી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન યથાવત રહેશે.

कोरोना के केस कम तो हुए हैं, लेकिन अभी किसी भी कीमत पर ढिलाई नहीं दी जा सकती।

दिल्ली सरकार ने लॉकडाउन को एक और हफ्ते के लिए बढ़ाने का निर्णय लिया है। हमारे लोगों की सुरक्षा को ध्यान में रखते हुए यह लॉकडाउन पहले से ज्यादा सख़्त होगा। pic.twitter.com/pFrMfC45uj

— Arvind Kejriwal (@ArvindKejriwal) May 9, 2021