મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લગભગ એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને પોતાના જીવનમાં ક્યારેય નિરાશાઓ ન થઈ હોય. જો ક્યારેય તમે સાવ તૂટી ચુક્યા હોવ, એમ થતું હોય કે બસ હવે મારાથી નહીં થાય, બધા મને ધૂતકારે છે, હું હારી જઈશ કે હારી ગયો, હું એકલો છું યા એકલી છું. મારું કોઈ નથી તો હું એકલા રહીને શું કરીશ, આ મુશકેલીમાંથી હું નિકળી શકીશ નહીં, વગેરે વગેરે વિચારો આવે તો ખાસ આ વીડિયો જુઓ તમારી અંદર ખરેખર આશાનું નવું બીજ ફૂટશે. દુનિયાને ભાંડવી એ ડરપોકોનું કામ છે, જાત મેહનત જીંદાબાદ. જો તમારે અસલી વીર બનવું છે તો તમારે લડવું પડશે. જિંદગીના દરેક એવા સમય સાથે લડવું પડશે. આવા સમય દુધમાં આવેલા ઉભરા સમાન હોય છે પહેલા એવું લાગે કે નક્કી ઢોળાઈ જશે પણ બાદમાં તે આગથી હટાવી લેવાથી બેસી જતો હોય છે. નિરાશાઓ આ વીડિયોને જોઈ દૂર ભાગી જશે. સાથે જ આપને હિમ્મત પણ મળશે.

આ વીડિયોમાં એક પૈરાએથલીટ દોડી રહ્યો છે. તેની સાથે એક નાની બાળકી પણ છે. એથલીટને એક પગ નથી છતાં તે તમામ હર્ડલ્સ પાર કલે છે. તો સમજ્યાને હવે જિંદગીમાં આ જ કરવાનું છે. લડાઈ તો લડવાની જ છે અને લડશો તો હાર કે જીત બંનેમાંથી કાંઈક તો પામશો. સુશાંત સિંહ રાજપૂતની જ ફિલ્મનો ડાયલોગ છે કે, વિનર કે લૂઝર ન બનો, ફાઈટર બનો. બસ આવી જ રીતે આ એથલીટના જેમ. આ વીડિયો હાલ અહીં દર્શાવવાનું કારણ એ જ કે છેલ્લા ઘણા સમયથી ધંધા-રોજગારો બંધ હોવાને કારણે લોકોમાં નિરાશા વધતી હોય તેવું લાગી રહ્યું છે અને જો તેવું નથી તો પણ આપ સર્વેની અમને ચિંતા છે.