મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં ઝોન 1ના ડીસીપી રવિ મોહન સૈનીને હવે પોરબંદરમાં એસપી તરીકે બદલી મળી છે. તેઓ માત્ર 14 વર્ષની ઉંમરે એટલે કે ધોરણ દસમાં હતા ત્યારે જ જુનિયર કેબીસીમાં એક કરોડ રૂપિયા જીતનાર વ્યક્તિ હતા. હાલ તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓએ વર્ષ 2014માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. તેઓ મૂળ રાજસ્થાનના અલવરના વતની છે. તેમના પિતા પણ નેવીમાં હતા જેઓ હાલ નિવૃત્ત છે.

રવિ મોહન સૈની અંગે વધુ વાત કરીએ તો તેમણે એમબીબીએસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ભણતરમાં ઘણા હોંશિયાર હતા અને તેમને વાંચન પ્રત્યે પણ એટલો જ લગાવ હતો. તેમની ઈન્ટનશીપ ચાલી રહી હતી ત્યારે તેમણે યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાં તેઓ પાસ થઈ ગયા હતા. તેમનું કહેવું છે કે, મારા પિતા નૌકાદળમાં હતા અને તેમની પાસેથી જ મને પ્રેરણા મળી અને હું પોલીસ દળમાં જોડાયો.