મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ કેટરીના કૈફ પોતાની ફિલ્મો સાથે સાથે પોતાના અંદાજને કારણે પણ ખુબ જાણિતી છે. તેણે વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી ફિટનેશ મામલામાં પણ ઘણી ચર્ચાઓમાં રહે છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ નેટવર્ક પર છવાયેલો છે. આ વીડિયોમાં આમ તો કેટરીના કૈફ પુશ અપ્સ (Katrina Kaif Push Ups Video) કરતી જોવા મળે છે, પણ વીડિયોમાં ટ્રીક સાથે તેણે વગર હાથ લગાવે પુશઅપ કરવાનો એક ફની વીડિયો બનાવ્યો છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર તેનો આ વીડિયો આવ્યો તે અહીં રજુ કરવામાં આવ્યો છે.