મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ટેલીવીઝનની એક જાણિતિ સિરિયલ કસૌટી જીંદગી કીમાં નામ બનાવી ચુકેલી ચાર્વી સરાફ અને તેના પરિવારના સભ્યોમાં કોરોનાના લક્ષણો જણાતા તેઓ કોરોના ટેસ્ટિંગ કરાવવા માગતા હતા. જોકે ચાર્વીનું કહેવું છે કે તેમને ટેસ્ટિંગ કરાવવામાં ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા છે. તેમને તબીબની સુવિધા મળી રહી નથી.

ચાર્વી સરાફે જણાવ્યું કે,  તેને કોવિડ -19 ના લક્ષણો છે. આ સંદર્ભે અભિનેત્રીએ એક મોટો પત્ર લખ્યો હતો જેમાં તેણે લખ્યું છે કે, મને કોરોનાનાં લક્ષણો છે, પરંતુ મને દિલ્હીમાં કોરોના પરીક્ષણ કરવામાં ઘણી તકલીફ થઈ રહી છે. હું લોકડાઉનની શરૂઆતથી મારા હોમટાઉન દિલ્હીમાં છું. શરૂઆતથી જ હું મારા ઘરમાં બંધ છું. અમે આ સમય સાથે જીવવાનું શીખી ગયા છીએ અને બધું સારું લાગે છે, પરંતુ છેલ્લા અઠવાડિયાથી હું બેચેન થઈ રહી છું, મારા શરીરનું તાપમાન વધતું રહ્યું છે, મને તીવ્ર તાવ આવવા લાગ્યો છે, શરીરનો ખૂબ દુખાવો, શ્વાસ લેવો, ગળામાં દુખાવો અને માથાનો દુઃખાવો પણ શરૂ થયો.

ચાર્વીનું કહેવું છે કે, એ પછી હું ડરવા લાગી અને મને કોરોના છે તેવી શંકા થવા લાગી. હું મારા પરિવારની પણ ચિંતા કરું છું. તેથી મેં મારી જાતને સેલ્ફ ક્વોરેન્ટીન કરી લીધી. મેં નક્કી કર્યું કે પહેલા મારે કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ પણ પછી મને ખબર પડી કે દિલ્હીમાં કોરોના ટેસ્ટ કરવો ખુબ મુશ્કેલ છે. મેં મારા ડોક્ટર્સને બોલાવ્યા, પણ તેમની પાસે કોવીડ ટેસ્ટ કીટ ન હતી. મેં ખાનગી હોસ્પિટલ્સનો પણ કોન્ટેક્ટ કર્યો પણ ત્યાંથી પણ મને મદદ મળી નહીં.

તેણે કહ્યું કે, હું હોસ્પિટલ જઈ શકું તેવી સ્થિતિમાં નથી માટે હું ઈચ્છું છું કે કોઈ અહીં આવે અને મારો કોરોના રિપોર્ટ કાઢી આપે. આ સમયમાં મને સરકારી હોસ્પિટલમાંથી ફોન આવ્યો તેમણે મને અન્ય તબીબને મળવાની સલાહ આપી. હું વાયરલથી ઈન્ફેક્ટેડ તો નથી. મેં કોવીડ 19 હેલ્પલાઈન પર સંપ્રક કર્યો. તેમણે કહ્યું કે આવતા અઠવાડિયા સુધી ફૂલ છે. પાંચ દિવસથી હું સંપુર્ણ લક્ષણો અનુભવી રહી છું. જો મારા ટેસ્ટિંગમાં આટલું કરવું પડતું હોય તો ગરીબ અને અન્ય સામાન્ય લોકોને કેટલી તકલીફ પડતી હશે અને સારવારમાં કેટલી તકલીફો હશે. લાંબી લાઈનમાં લોકો ઉભા છે જેમાં પણ જોખમ વધુ છે. તે ગરીબો પ્રાઈવેટ લેબ અફોર્ડ કરી શક્તા નથી.