મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ફિલ્મ કેદારનાથની એક્ટ્રેસ સારા અલીખાને થોડા દિવસ પહેલા કોફી વીથ કરન શોમાં એ ખુલાસો કર્યો હતો કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. પરંતુ હવે તેણે તેના પર આરોપ લગાવી દીધો છે. સારાનો એ આરોપ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાત આપ સમક્ષમુકીએ કે અહીં આપણે કોઈ ગંભીર આરોપની નહીં પણ મોજ મસ્તીમાં લગાવાયેલા આરોપની વાત કરી રહ્યા છીએ. થોડા સમય પહેલા કરણ જોહરના શો કોફી વીથ કરણમાં સારા અલી ખાનથી પુછ્યું કે તે કયા એક્ટરને ડેટ કરવા માગે છે. તો તેના જવાબમાં સારાએ કાર્તિક આર્યનનું નામ લીધું હતું. ઘણી વાર કેદારનાથના પ્રમોશન દરમિયાન સારા પાસે સવાલ કરાયો કે તો દરેક વખતે તેનો આ જ જવાબ હતો. જોકે સારાને હજુ સુધી કાર્તિકનો જવાબ મળ્યો નથી. હવે હાલમાં જ જ્યારે સારાને પુછાયું તો તેણે કહ્યું કે હું તો શું બોલું, ઘણી વાર તો કાર્તિક આર્યનનું નામ લઈ ચુકી છું. હવે તો સહુ કાર્તિકને પુછો. મારી તો ઈજ્જતનો કચરો થઈ રહ્યો છે અને કાર્તિક કાંઈ કહેતો જ નથી. હું શું કરું?