મેરાન્યૂઝ નેટવર્ક.બેંગાલૂરુઃ કર્ણાટકમાં કુમારા સ્વામીની સરકાર રીતસરની જોખમમાં છે. 13 ધારાસભ્યોના રાજીનામા પછી આ જોખમ વધ્યું છે. સાથે જ એક અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી મંત્રી પદ પણ છોડ્યું છે. કોંગ્રેસ કોટાના તમામ મંત્રીઓએ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવને રાજીનામા આપ્યા છે. સાથે જ કર્ણાટકના ડીવાયસીએમ જી. પરમેશ્વરે રાજીનામું આપ્યું છે.

શનિવારથી અથ્યાર સુધીમાં કોંગ્રેસ-જેડીએસના પાસે 14 ધારાસભ્યો ઓછા થા ચે અને સદનમાં તેમની સંખ્યા 104 રહી ગઈ છે જ્યારે મુખ્ય વિપક્ષી દળ ભાજપ પાસે હવે વિધાનસભામાં કુલ 105 સદસ્યો છે. એવામાં ભાજપ સરકાર ગઠન કરવાના પ્રયત્ન કરી શકે છે. અપક્ષ ધારાસભ્ય નાગેશએ ગવર્નર વજુભાઈ વાળાને પત્ર લખીને કોંગ્રેસ જેડીએસ સરકારને સમર્થન પાછા લેવાની સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો ભાજપ સરકાર રચવા માગશે તો તેમની સાથે તે રહેશે. સાથે જ આપને એ પણ કહી દઈએ કે કોંગ્રેસ-જેડીએસના 13 બાગી ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં રોકાયા છે.

જોકે વિધાનસભા સ્પીકરે ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કર્યા નથી. સ્પીકર રમેશ કુમારે કહ્યું કે, હાલ તે રજા પર છે અને મંગળવારે તેના પર વિચાર કરશે. મુખ્યમંત્રી એચડી કુમારાસ્વામીના અમેરિકા પ્રવાસ દરમિયાન ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતા. તે પછી તે રવિવારે બપોરે જ કર્ણટક પહોંચ્યા અને ત્યારે સતત મીટિંગ્સનો દોર ચાલ્યો છે. કોંગ્રેસે હાલ પોતાના કોટાના તમામ મંત્રીઓના રાજીનામા લીધા છે જેથી અસંતુષ્ઠોને શામેલ કરી શકાય. જોકે હવે પણ બાગી ધારાસભ્યો પાછા આવવા તૈયાર નથી.

જાણો એક ખાસ વિગત

કોંગ્રેસ અને જેડીએસ ધારાસભ્યોના રાજીનામા પહેલા ટેકાવાળી સરકાર પાસે 118 ધારાસભ્યોનું સમર્થન હતું. તેમાં કોંગ્રેસના 79 અને જેડીએસના 37 અને બે અપક્ષ ધારાસભ્યોનો ટેકો શામેલ હતો. 224 સદસ્યોની વિધાનસભામાં આ બહુમત જાદુઈ આંકડા 113થી 5 વધુ હતો. જો બાગી ધારાસભ્યોનું રાજીનામું સ્વીકારાય તો રાજ્ય વિધાનસભામાં સદસ્યોની સંખ્યા 210 થઈ જશે. એવામાં મેજીક નંબર 106 પહોંચી જશે. ધારાસભ્યોના રાજીનામાને પગલે કોંગ્રેસ જેડીએસ પાસે 104 જ મેમ્બર રહેશે (સ્પીકર છોડીને) અને ભાજપ પાસે 105નો આંકડો છે. હાલ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર નથી થયા પરંતુ જો તેના પર મહોર લાગે છે તો બહુમત ભેગો કરવા માટે ક એક ધાસાસભ્યનો ટેકો મહત્વનો બની જશે.