મેરાન્યૂઝ નેટવર્ક.કોલકાતાઃ પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા સીટો પર ચાલુ પેટા ચૂંટણીઓ વચ્ચે ત્યાં હિંસાની માહિતી સામે આવી છે. કરીમપુર વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જયપ્રકાશ મજૂમદાર સાથે કેટલાક લોકોએ મારપીટ કરી છે. આરોપ છે કે મારપીટ કરનાર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા.

ઘટનાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો ભાજપ ઉમેદવાર જય પ્રકાશ સાથે મારપીટ કરતાં દેખાય છે. તેમને એક શખ્સ એક લાતમાં ઝાડીઓમાં ફેંકી દે છે. જય પ્રકાશએ પર હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓને જવાબદાર કહ્યા છે. BJP સહિત ઘણા લોકોએ આ શખ્સોની હરકતને અયોગ્ય ગણાવી છે.

ભાજપે ઘટનાની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ત્રણ સીટોની વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે સોમવારે સવારથી વોટ નખાઈ રહ્યા છે. ભલે જ સીટો ત્રણ છે, પરંતુ આ રાજ્યમાં ટીએમસી અને ભાજપમાં કોણ કેટલા આગળ છે, આ નક્કી કરવા સાથે કોંગ્રેસ અને સીપીએમનું ભવિષ્ય પણ નક્કી કરશે. લોકસભા ચૂંટણી પછી આ ટીએમસી અને ભાજપ વચ્ચે પહેલો ચૂંટણી મુકાબલો છે.