મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કારગીલના યુદ્ધને 21 વર્ષ પુરા થયા છે. ભારતીય સૈનિકોએ કારગીલ પર કેવી રીતે પોતાના જીવના જોખમે જીત હાંસલ કરી હતી તે આપ દેશવાસીઓ સારી રીતે જાણો છો. વર્ષ 1999નું હતું, કારગીલની ઊંચી ચોટિઓ પર ઘાત લગાવીને પાકિસ્તાની સૈનિકો બેઠા હતા, પણ તેમને એ અંદાજ ન હતો કે તેમના પર આકાશમાંથી હુમલો થશે. વાયુસેનાની આ સિંહણે પાકિસ્તાની સેનાની સપ્લાય અને પોસ્ટ પર એટલો સટીક અને ઘાતક વાર કર્યો કે તેમના પગ થરથરવા લાગ્યા હતા. 26 જુલાઈએ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે.

આ સિંહણ છે મિગ-27, 1700 કિમી પ્રતિ કલાકની સ્પીડ, હવાથી જમીન પર અચૂક હુમલો કરવાની આવડત ધરાવતા આ પ્લેનએ કારગીલમાં પોતાની શિકાર કરવાની ત્રેવડને બખુબી દર્શાવી હતી. ઉપરંત તેની સક્ષમતા હતી કે તે 4 હજાર કિલોગ્રામ સુધીના વોરહેડને લઈ જઈ શક્તું. રુસી લડાકુ વિમાનને કારગીલમાં યુદ્ધ વખતે બતાવાયેલા અદભૂત પરાક્રમને પગલે તેને બહાદુર નામ અપાયું હતું. તેનો ખૌફ એવો હતો કે પાકિસ્તાનના માથાથી પગ સુધી બધું બેર મારી ગયું હતું તેઓ એટલા ભયભીત હતા કે તેમણે તેને ચુડેલ નામ આપ્યું હતું.

આ વિમાન તે સમયે જ્યારે જમીનથી થોડા ઉંચે સ્પીડમાં ઉડતું ત્યારે કોઈ પણ રડાર ભાગ્યે જ તેને ઓળખી શકતું હતું. તેનો અવાજ એક સિંહણની ગર્જનાની જેમ દુશ્મનોને ડરાવી મુકનારો હતો. જોકે ભારતીય વાયુસેનાએ પોતાના 38 વર્ષના સફરમાં આ વિમાન સાથે ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા છે જે ઘણા દુઃખદ છે.

મિગ 23 બીએન, મિગ 23 એમએફ અને પ્યોર મિગ 27 જેવા ફાઈટર પ્લેન પહેલા જ સેવાથી બહાર થઈ ચુક્યા છે. આ વિમાનોએ શાંતિ અને યુદ્ધ બંને સ્થિતિમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે.