બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે મધર્સ ડે પર પોતાના બીજા દિકરાની તસવીર સોશિયલ મીડિયામાં પ્રથમ વખત પોસ્ટ કરી છે. તસવીરમાં તૈમુર તેના નાના ભાઇને ખોળામાં લઇને રમાડતો નજરે પડી રહ્યો છે. કરીના કપૂરે પોસ્ટમાં લખ્યું છે કે આજે આશા પર દુનિયા કાયમ છે. આ બંને મારામાં આશા જન્માવે છે. સારી આવતીકાલ માટે. હેપ્પી મધર્સ ડે તમામ સુંદર તથા સ્ટ્રોંગ માતાઓને. 

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ સુધી કરીનાએ તેના બીજા પુત્રનું નામ જાહેર કર્યું નથી. આ પહેલા મોટા દિકરા તૈમુરના નામકરણને લઇને પણ ઘણો વિવાદ થયો હતો.  કરીના કપૂરે રવિવારે, 21 ફેબ્રુઆરીના રોજ સવારે બીજા દિકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. તે સમયે રણધીર કપૂરે કહ્યું હતું, 'મને તો બધાં બાળકો એક જેવાં જ લાગે છે, જોકે ઘરના બધા લોકો એવું કહી રહ્યા છે તે તૈમુર જેવો દેખાય છે.'