મેરાન્યૂઝ નેટવર્ક.કાનપુરઃ કાનપુરના ચૌબેપુર વિસ્તારમાં સસ્પેન્ડ એસઓ વિનય તિવારી પર જિલ્લાના પૂર્વ એસએસપીની ખુબ મહેરબાની રહેતી હતી. નજર અંદાજી ત્યાં સુધી હતી કે શહીદ બિલ્હૌરએ સીઓ વિનય તિવારીની કરતૂતો ઉજાગર કરતાં તેના પર કાર્યવાહીની ભલામણ પણ હતી, પણ તેમની રિપોર્ટને પહેલા જ આંખ આડા કાન કરી દેવાયા હતા. સીઓએ પોતાની રિપોર્ટમાં લખ્યું હતું કે ઈન્સપેક્ટર ભ્રષ્ટ છે. તપાસમાં ગડબડ કરે છે અને પૈસા પણ વસુલે છે. વિભાગે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ ઉચ્ચ અધિકારીઓએ મામલો ફેરવ્યો. આવા કારણોને લીધે વિકાસ દુબેની વૃદ્ધિ વધી અને તેણે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો.

સીઓ બિલ્હૌર દેવેન્દ્ર મિશ્રાએ પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે વિનય તિવારી પોતાના વિસ્તારમાં જુગાર રમાડાવે છે. અધિકારીઓના નિર્દેશ પણ માનતા નથી. જનતા સાથે અભદ્ર વ્યવહાર કરતા હોવાના આરોપ તેના પર લાગ્યા છે. તેવામાં સવાલ એ છે કે ઉચ્ચ અધિકારીઓ કેમ તિવારીની હરકતો પર આંખ આડાકાન કરી રહ્યા હતા.

તપાસમાં ખુલાસો થયો છે કે કુખ્યાત વિકાસ દુબે અને સસ્પેન્ડેડ ઈન્સપેક્ટર વિનય કુમાર તિવારી વચ્ચે મિત્રતાના સંબંધ હતા. અગાઉ એક કેસમાં ધમકીની કલમ 386 તેણે હટાવવામાં મદદ કરી હતી. વિકાસના ગામના ઘરને તોડી પડાયા પછી ત્યાં પોલીસને એકક ફાઈલ મળી જેમાં વિકાસની 1991 પછી છાપાઓમાં છપાયેલા કટિંગ્સ હતા. વિકાસ દુબેની પત્ની રિચા કે જે પંચાયત સદસ્ય પણ છે તેનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. મોબાઈલથી ગામના સીસીટીવી કનેક્ટ રહેતા હતા. જ્યારે પોલીસ વિકાસને પકડતી હતી, તે ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતી હતી જેથી પોલીસ તેનું એન્કાઉન્ટર ન કરી શકે.

શહીદની દીકરીનો હુંકાર

એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સીઓ બિલ્હૌર દેવેન્દ્ર મિશ્રાનો ઓડિયો અને ફરિયાદ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ઓડિયો અને ફરિયાદ પત્રને જોયા પછી શહીદ દેવેન્દ્ર મિશ્રાની દીકરીઓ કહ્યું કે હું ડોક્ટર બનવા માગતી હતી પરંતુ આ ઘટનાએ મને હચમચાવી મુકી છે. હવે હું પોતાના પિતાની જેમ પોલીસમાં દાખલ થઈને આવા ગુનેગારોને પાઠ ભણાવીશ.

સોશિયલ મીડિયામાં વિકાસ દુબે સાથે પુછપરછનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 2017નો હોવાનું કહેવાઈ રહ્યું છે કે જ્યારે એસટીએફએ વિકાસને તેના લખનઉ સ્થિત આવાસથી પકડ્યો હતો. વીડિયોમાં વિકાસ ચૌબેપુરથી ભાજપના ધારાસભ્ય ભગવતી સાગર અને બિઠૂરથી ભાજપના ધારાસભ્ય અભિજીત સિંગ સાંગાનું નામ લેતા નજરે પડે છે. જે પછી ભગવતી સાગર અને અભિજીત સાંગાએ સફાઈ આપી કે તેમનો વિકાસ સાથે કોઈ સંબંધ નથી.