મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કન્નડ સિનેમાના મોટા સુપરસ્ટાર પૈકીના એક પુનીત રાજકુમારનું નિધન થઈ ગયું છે. આ અંગેની જાણકારી ફિલ્મ જગતના ઘણા સિતારાઓએ સોશિલય મીડિયા દ્વારા આપી છે. બોલિવુડ સ્ટાર સોનુ સૂદએ ટ્વીટ કરી કહ્યું કે, આ દિલ તોડનારું છે. અમે હંમેશા તમને મિસ કરીશું ભાઈ. પુનીત રાજકુમારની તબિયત બગડ્યા પછી તેને શુક્રવારે બેંગલુરુમાં વિક્રમ હોસ્પિટલમાં અંદાજે સાડા 11 વાગ્યે દાખલ કરાયો હતો. તેમને છાતીમાં દુઃખાવાની સમસ્યા હતી. પુનીત રાજકુમાર 46 વર્ષની ઉંમરમાં જ અંતિમ શ્વાસ લઈ લેતા તેના ફેન્સને પણ આંચકો લાગ્યો છે. તેમના નિધનની જાણકારીથી પુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

હોસ્પિટલનું નિવેદન

29 ઓક્ટોબરે હાર્ટ એટેક આવ્યા પછી પુનીત રાજકુમારને વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. તબીબોએ કહ્યું હતું કે પુનીતની હાલત ક્રિટિકલ છે અને તે પોતાનો બનતો પ્રયત્ન તેમને બચાવવા કરી રહ્યા છે. હવે હોસ્પિટલથી ઓફિશ્યલ નિવેદનમાં કહેવાયું છે કે 46 વર્ષિય પુનીતનું નિધન થઈ ગયું છે. તેમને 29 ઓક્ટોબરે સવારે 11.40એ હાર્ટમાં દુઃખાવાની સમસ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે પુનીત રાજકુમારના શરીરમાં કોઈ હલચલ ન્હોતી જ્યારે તેમને અહીં લવાયા ત્યારે. તે કાર્ડિયાક એસિસ્ટોલમાં હતા અને ડોક્ટર્સ તુરંત જ તેમની સારવાર કરવામાં લાગી ગયા હતા.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે પુનીતે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાંથી ઘણી ફિલ્મો સુપરહીટ પણ છે. તેમની ઘણી ફિલ્મો હિન્દીમાં ડબીંગ થયા પછી દેશભરમાં જાણિતિ બની હતી. ભારતમાં લગભગ જ કોઈ હશે જેમણે પુનીતની ફિલ્મ જોઈ ન હોય. આ અગાઉ એક રિપોર્ટમાં કહેવાઈ રહ્યું હતું કે એક્ટરને હાર્ટ એટેક જીમમાં વર્કઆઉટ કરતી વખતે આવ્યો હતો.

પુનીતે પોતાનું કરિયર ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યું હતું. 1985માં તે ફિલ્મ બેટ્ટાડા હોવુંમાં નજરે આવ્યો હતો. તે રોલ માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો. તેને ઈન્ડસ્ટ્રીમાં લોકો અપ્પુના લાડ ભર્યા નામથી પણ બોલાવતા હતા. તેને સાથે જ નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે. તેની છેલ્લી ફિલ્મ હતી સુવારત્થના. જેમાં પણ દર્શકોએ તેની પર્ફોમન્સને ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મ ચાલુ વર્ષમાં જ રિલિઝ થઈ હતી.

Advertisement


 

 

 

 

 

વિવેક ઓબેરોય (બોલીવુડ અભિનેતા)એ સોશિલય મીડિયા પર લખ્યું કે આ ગભરાવી દેનારા સમાચાર છે જે સાંભળી તે સ્તબ્ધ થઈ ગયા છે. આ દિલ તોડી દેનારા સમાચાર છે. અમે તમને યાદ કરીશું પ્રિય અપ્પુ, આપ અમારા દિલમાં હંમેશા જીવંત રહેશો. આ ઊંડા દર્દથી લડનારા પરિવાર પ્રત્યે મારી સંવેદના અને પ્રાથના છે.