મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌટ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કંગનાની તમામ સોશિયલ મીડિયા પોસ્ટને સેંસર કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવાયું છે કે તે કંગના રનૌટના તે ઈંસ્ટાગ્રામ પોસ્ટથી બહુ દુખી છે, જેમાં અભિનેત્રીએ સિખ ખેડૂતોને ખાલીસ્તાની આતંકવાદી કહ્યા છે. આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ ચરણજીત સિંહ ચંદ્રપાલે દાખલ કરી છે.

અરજીમાં કહેવાયું છે કે કંગનાના નિવેદનોનો હેતુ રમખાણો કરવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે. ચંદ્રપાલે અરજીમાં કહ્યું છે કે કંગનાની પોસ્ટ સિખોને પુરી રીતે રષ્ટ્ર વિરોધી રીતે ચિત્રિત કરે છે.

તેમણે કહ્યું કે કંગના રનૌટની ટિપ્પણી દેશની એક્તા સામે છે અને અભિનેત્રી કાયદા દ્વારા ગંભીર સજની હકદાર છે. વકીલે કહ્યું છે કે, અભિનેત્રીની હરકતોને નફક્ત નકારી શકાય અને ન માફ કરી શકાય. અરજીમાં ભારત ભરમાં કંગના રનૌટ વિરુદ્ધ દાખલ તમામ ફરિયાદોને મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવાની માગ કરાઈ છે.

અરજીમાં આ મામલાઓમાં તમામ ચાર્જશીટ છ મહિનામાં દાખલ કરવા અને બે વર્ષમાં ટ્રાયલ પુરી કરવાના માટે સુપ્રીમ કોર્ટ પાસે દિશા નિર્દેશ આપવાની માગ કરાઈ છે. આરોપ છે કે કંગનાએ જાણીજોઈને ખેડૂતોના વિરોધને ખાલિસ્તાની આંદોલનના રૂપમાં રજુ કર્યું હતું. તે ઉપરાંત તેમણે સિખ સમુદાયને કથિત રીતે ખાલિસ્તાની આતંકી પણ કહ્યા હતા. પોતાના પોસ્ટમાં તેણે 1984 અને તે પહેલાના નરસંહારને તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની તરફથી એક સુનિયોજીત ષડયંત્ર પણ કહ્યું હતું.