મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઇ: મુંબઇની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) સાથે કર્યા પછી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે  . જેમાં તેણે કહ્યું છે કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવશે. જો કોઈના માં હિંમત હોય તો તેને  રોકી લે. કંગનાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેણીએ મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે કરી હતી અને ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સ અને બોલિવૂડ સ્ટાર્સની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

કંગનાએ કહ્યું મુંબઈ પોલીસથી ડર છે 

કંગનાએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે તે બોલિવૂડની ડ્રગ કડી વિશે જાણે છે. તેણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને ટિ્‌વટ કરી હતી કે જ્યાં સુધી તેને સુરક્ષા આપવામાં આવશે ત્યાં સુધી તે મદદ કરી શકે. આ અંગે ભાજપના નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને પૂછપરછ કરી હતી. કંગનાએ જવાબ આપ્યો કે તે કેન્દ્ર કે હિમાચલ પ્રદેશથી સુરક્ષા ઇચ્છે છે. તેણે મુંબઈ પોલીસથી ડર છે કહ્યું. આ અંગે સંજય રાઉતનું નિવેદન હતું કે જો આટલો ડર હોય તો મુંબઇ ના આવે. કંગનાએ વળતો જવાબ આપ્યો કે મુંબઈ હવે પીઓકે જેવું લાગે છે.

કંગનાના આ નિવેદનથી બોલિવૂડ સ્ટાર્સએ નારાજગી વ્યક્ત કરી 

મુંબઈ વિશે કંગના રનૌતે કરેલા ટ્વિટ પર ઘણા સ્ટાર્સે પણ ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી છે. રેણુકા શહાણે, દિયા મિર્ઝા, ફરાહ ખાન, રિતેશ દેશમુખ અને સોનુ સૂદે ટ્વીટ્સ દ્વારા મુંબઇ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે.