મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી છે પરંતુ રિઝલ્ટને લઈને કાંઈ સામે આવવાને બદલે હાલ બધા કોયડા બનીને સ્થિતિઓ સામે આવી રહી છે. સુશાંતના ચાહકો પણ હાલ સત્ય જાણવા માટે સતત રાહ જોઈ હ્યા છે. આ કેસમાં હાલ ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે, એનસીબી દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવા મામલે કેસ દાખલ કરાયો છે ત્યારે કંગના રણૌટએ બોલિવુડને લઈને એક મોટી વાત કરી દીધી છે. ઈન્ફેક્ટ બોલિવુડમાં પોતાના શરૂઆતના દિવસો અંગે કહ્યું છે કે કેવી રીતે તેના ડ્રિંક્સમાં ડ્રગ્સ મિક્સ રવામાં આવતી હતી જેથી તે પોલીસ સુધી ન પહોંચી શકે.

તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, હું ત્યારે માઈનોર હતી અને મારા મેંટોર એટલા ખતરનાક બની ચુક્યા હતા જે મારા ડ્રિંકમાં ડ્રગ્સ મિલાવી લેતા હતા જેથી હું પોલીસ પાસે ન જઈ શકું. જ્યારે હું સક્સેસફૂલ થઈ ગઈ અને મને ફેમસ ફિલ્મી પાર્ટીઓમાં એન્ટ્રી મળવા લાગી અને ત્યારે મારો સામનો સૌથી શોકિંગ અને ભયાનક દુનિયા તથા ડ્રગ્સ, અય્યાશી અને માફીયાઓ જેવી ચીજો સાથે થયો હતો.

ઉલ્લેખનીય છે કે ઈડી સુશાંત કેસમાં આગળ તપાસ માટે વોટ્સએપ ચેટ સીબીઆઈ સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને પણ આપ્યા છે. કંગનાએ આ મામલામાં ટ્વીટ કરતાં બોલિવુડ તરફ એક ઈશારો કર્યો છે.

કંગનાએ ટ્વીટર પર લખ્યું કે, જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો બોલિવુડમાં એન્ટ્રી કરે તો એ લીસ્ટમાં શામેલ ઘણા લોકો જેલના સળીયાઓ પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થાય તો શોકિંગ ખુલાસાઓ સામે આવશે. આશા કરું છું કે પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બોલિવુડ જેવી ગટરની પણ સફાઈ થશે. (અહીં બોલીવુડ કહેવા પછળ તેનો ઈશારો અલગ છે)

જે રીતે આ સમયે બોલીવડુના સાથે જોડાયેલા લોકો સાથે પુછપરછ થઈ રહી છે અને સુશાંતના કેસમાં ડ્રગ્સનો એંગલ જોડાયો છે ત્યારે એવામાં કંગનાના આ દાવાઓને લઈને સંભવ છે કે પુછપરછ માટે એનસીબી તેને સમન્સ આપે.