મેરાન્યૂઝ નેટવર્ક.ગુરુગ્રામઃ પોતાની બેખોફ ટિપ્પણીઓ અને શાનદાર અભિનય માટે જાણિતી બોલિવુડ અભિનેત્રી કંગના રણૌટ માટે મુશ્કેલીઓ ઊભી થાય તેવી સ્થિતિ છે. અભિનેત્રી સામે ગુરુગ્રામમાં દેશદ્રોહની ફરિયાદ ફાઈલ કરવામાં આવી છે. ગુરુગ્રામ સેક્ટર 37 પોલીસ મથકમાં આ ફરિયાદ ભીમસેના પ્રમુખ નવાબ સતપાલ તંવર દ્વારા દાખલ કરવામાં આવી છે. જે અનુસાર કંટના રણૌટએ ટ્વીટ કરીને સંવિધાનનું અપમાન કર્યું છે. લાખો ટ્વીટ્સ સાથે ટ્વીટર પર કંગના રણૌટ ટ્રેન્ડિંગમાં છે. કહેવાય છે કે આ મામલે કંગના સામે દેશદ્રોહના ગંભીર ગુના મામલે FIR ફાઈલ થઈ શકે છે. પરંતુ આ ફરિયાદ નિકળી જાય તેમ છે કારણ કે રાજદ્રોહની ફરિયાદ કરવાનો હક સરકાર પાસે છે.

આપને જણાવી દઈએ કે, કંગના રણૌટ દ્વારા અનામતને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી જે પછી #BoycottKangna ટ્વીટર પર ટ્રેન્ડિંગમાં છે. તે પછી કંગનાના સમર્થનમાં પણ કેટલાક લોકો ઉત્તર આપવા આવ્યા જેને પગલે #IStandWithKangna ટ્રેન્ડ કરવા લાગ્યું છે.

કંગનાનું ટ્વીટ

રવિવારે અભિનેત્રી કંગના રણૌટએ ટ્વીટ કર્યું હતું કે મોર્ડન ભારતિયોએ જાતિ વ્યવસ્થાનો અસ્વીકાર કરી દીધો છે, નાના શહેરોમાં લોકો જાણે છે કે આ કાયદા દ્વારા હવે વધુ સ્વિકાર્ય નથી. તેણે આગળ લખ્યું કે કેટલાક લોકોના માટે આ કોઈ દુઃખ આપીને ખુશી મેળવવાથી વધારે કાંઈ નથી. અનામત ફક્ત આપણા સંવિધાનમાં કાયમ છે. ચાલો આ અંગે વાત કરીએ. (સહાભારઃ એનડીટીવી)