મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યાનો મામલો હાલ ગરમાયો છે. ઉત્તરપ્રદેશ પોલીસ સહિત ગુજરાત એટીએસ પણ આ હત્યાકાંટને સોલ્વ કરવામાં લાગી હતી. તેને લઈને ઉત્તરપ્રદેશ પોલીસ મહાનિદેશક ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરી રહ્યા હતા તેટલામાં જ ગુજરાતના એટીએસ (આતંકવાદ વિરોધી દળ)ના ડીઆઈજી હિમાંશુ શુક્લએ આ અંગે એક મોટો ખુલાસો કરી દીધો છે. તેમણે નિવેદન આપ્યું કે અટકાયતમાં લેવાયેલા ત્રણેય દ્વારા ગુનો કબુલી લેવાયો છે.

કમલેશ તિવારી હત્યા કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી હતી. ગુજરાતના સુરતથી એટીએસએ ત્રણ શકમંદોને ઝડપ્યા હતા. તેમના નામ રાશિદ પઠાણ મોહસિન પઠાણ અને ફિરોજ પઠાણ છે. તે ત્રણેયને સુરતના લિંબાયતથી ઝડપી પાડ્યા છે. હવે જ્યાં ત્રણેય દ્વારા ગુનો કબુલી લેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ધરપકડના સીસીટીવી ફૂટેજ જાહેર કરાયા છે. જેમાં પોલીસ ત્રણેયને પકડીને લઈ જતી દેખાય છે.

ગુજરાત એટીએસના સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે સુરતથી મીઠાઈ અને ચાકુની ખરીદી તેઓએ કરી હતી. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હત્યા કરવા માટે શખ્સો સાથે પુછપરછ કરાઈ તો એટીએસના ડીઆઈજીએ કહ્યું કે તેમણે પોતાનો ગુનો કબુલી લીધો છે. ઓપી સિંહે કહ્યું કે કમલેશ તિવારી હત્યાના ષડયંત્રના મામલામાં ગુજરાતથી મૌલાના શેખ સલીમ, ફૈઝાન અને રાશિદ પઠાણને ઝડપી પડાયા છે તે તમામ યુવાનો છે.

તેમણે કહ્યું કે ફૈઝાને જ સુરતમાંથી મીઠાઈ ખરીદી હતી. તેમણે કહ્યું કે અમને શરૂથી જ શંકા હતી કે તેના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. અમારી ટીમ ગુજરાત ગઈ હતી. તેમણે કમલેશ તિવારીના ઘર પર મળેલી મીઠાઈના ડબ્બાના આધારે ગુજરાતથી સંપર્ક કર્યો હતો. તેઓએ તિવારી પર ચાકુથી હુમલો કરતાં પહેલા ગોળી મારી હતી. શખ્સોએ હત્યા પહેલા તિવારી સાથે ચા પણ પીધી હતી.

મળતી માહિતી પ્રમાણે અગાઉ કમલેશ તિવારી દ્વારા પયગંબર માટે અપશબ્દો વાપરવામાં આવ્યા હતા ત્યારથી જ આ શખ્સોમાં કમલેશ પ્રત્યે ધૃણા ઊભી થઈ હતી.  સુરતનાં ત્રણ લોકો મૌલવી મોહસીન શેખ, શહેજાદ પઠાણ અને રશીદ પઠાણ અને હુમલો કરનાર અસફાક શેખ તથા અન્ય એક વ્યક્તિ એટલે કુલ પાંચ લોકો ભેગા થઇને આ હત્યાનું કાવતરૂં ઘડી રહ્યાં હતાં. જેમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે જ્યારે શાર્પ શૂટર અસફાક શેખ અને અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.