મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉંઃ લખનઉંમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના મામલે શંકાસ્પદોની ધરપકડ તેજ કરી દેવાઈ છે. ગુજરાત એટીએસએ સુરતથી ત્રણ શંકમંદોની અટકાયત કરી છે. ત્યાં યુપી પોલીસે પણ સાફ કર્યું છે કે બિજનૌરથી મૌલાના અનવારુલ હકની આ સામે હજુ ધરપકડ કરાઈ હતી. તે પહેલા માહિતી મળી રહી હતી કે મૌલાનાની નગીનામાં ધરપકડ કરાઈ છે. મૌલાના અનવારુલ હકએ વર્ષ 2016માં કમલેશનું માથું કાપવા પર 51 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

બીજી તરફ આ હત્યાકાંડમાં ગુજરાતના સુરતનું કનેક્શન સામે આવી રહ્યું છે. ગુજરાત એટીએસએ સુરતથી ત્રણ શકમંદોને પકડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ગુજરાત એટીએસએ આ કાર્યવાહીને અંજામ આપ્યો છે. કહેવાઈ રહ્યું છે કે એટીએસએ રાશિદ, મોહસિન અને ફૈજલ નામના ત્રણ સંદિગ્ધોને પકડ્યા છે અને તેમની સાથે પુછપરછ કરાઈ રહી છે. કમલેશ તિવારી હત્યા બાદ ઘટના સ્થળ પર એક મીઠાઈનો ડબ્બો મળ્યો હતો જેના પર સુરતની એક દુકાનનું નામ છપાયેલું હતું.

યુપી પોલીસ ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે ગુજરાત અને આતંકી કનેક્શન પણ હોઈ શકે છે. તે ઉપરાંત 13 ઓક્ટોબર 2019એ કમલેશ તિવારીએ ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા બે આઈએસ શંકાસ્પદો સાથે જોડાયેલા સમાચાર અંગે પોતાના ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું. સાતે જ શંકાસ્પદો સાથે પુછપરછનો હવાલો આપતાં તેમણે પોતાના જીવને જોખમ હોવાનું કહ્યું હતું. અને કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમને એટલા મોટા ષડયંત્રનો ખુલાસો થયા પછી પણ સુરક્ષા નથી આપી રહી.