મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: સિંઘમ અભિનેત્રી કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરના રોજ ઉદ્યોગપતિ ગૌતમ કીચલુ સાથે લગ્ન કર્યા છે. હવે લગ્નના 9 દિવસ બાદ કાજલ હનીમૂન માટે માલદીવમાં તેના પતિ સાથે પહોંચી છે. કાજલ અગ્રવાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના ચાહકો માટે એક સુંદર ફોટો શેર કર્યો છે. જે ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યા છે અને ચાહકો પણ આને પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે. વાયરલ ફોટામાં કાજલનો લુક જોવા જેવો છે, તે રેડ કલરનો આઉટફિટ પહેરીને પતિ સાથે રોમેન્ટિક સ્ટાઇલમાં પોઝ કરતી જોવા મળી રહી છે.

હનીમૂનનો ફોટો પહેલા કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુના લગ્નનો ફોટો પણ વાયરલ થયો છે. બંનેના લગ્ન પંજાબી અને કાશ્મીરી રિવાજો સાથે થયાં હતાં. વાયરલ થઈ રહેલા હનીમૂનનો ફોટોમાં કાજલ ખૂબ જ સુંદર લાગી રહી છે. કાજલ રેડ કલરના બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે પોતાના પતિ સાથે મજાક કરતી પણ જોવા મળી રહી છે, અને ન્યૂલી વેડ કપલે ટાઇટનિક પોઝમાં એક ફોટો પણ ક્લિક કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા ફોટોને જોતા, એ કહેવું ખોટું નહીં લાગે કે બંને માલદિવ્સમાં તેમના હનીમૂન સમયનો ખૂબ આનંદ માણી રહ્યા છે.


 

 

 

 

 

કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ ઉદ્યોગપતિ ગૌતમ કીચલુ સાથે લગ્ન કર્યા છે. આ લગ્નને ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા  જેમાં ફક્ત નજીકના સગાઓ જ હાજર હતા. આખા લગ્નનું આયોજન મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. કાજલ અને ગૌતમનાં લગ્નને લગતા ઘણા ફોટા સોશિયલ મીડિયા દ્વારા બહાર આવ્યા છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે કાજલ અગ્રવાલે તેની બોલિવૂડ કરિયરની શરૂઆત 'કયો હો ગયા ના' થી કરી હતી. તે પછી તે 'સિંઘમ'માં જોવા મળી હતી. ફિલ્મમાં અજય દેવગન તેની સાથે જોવા મળ્યો હતો. 'સ્પેશિયલ 26' માં તેણે અક્ષય કુમાર અને દો લફજોની કહાનીમાં  શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી. તેની પાસે ઘણી તમિળ અને તેલુગુ ફિલ્મો પણ છે. તેમની પ્રભાવશાળી ફિલ્મોમાં મુંબઈ સાગા, આચાર્ય, મોસાગલ્લુ, હે સિનામિકા, પેરિસ પેરિસ અને કમલ હાસનની ઇન્ડિયન 2 શામેલ છે.