મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજકોટના મોરબી રોડ પર આવેલા કાગદડી ગામ સ્થિત ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 15 દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. જેમાં તેમને ભત્રીજા અને જમાઇએ યુવતી સાથે વીડિયો ક્લિપ બનાવી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. મહંતે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી તે હવે બહાર આવી છે. મહંતની સુસાઇડનોટ નીચે પ્રમાણે છે. 

‘જો મને કંઈપણ થાય તો એના માટે જવાબદાર હિતેષભાઈ લખમણભાઈ જાદવ પ્રશ્નાવડા તથા અલ્પેશસિંહ સોલંકી, પેઢાવાડા વાળાઓ છે. જેમને મેં મારા પુત્રની જેમ માની આશરો આપેલો, પણ હવે હું મારી ભૂલ સ્વીકારું છું કે સાધુ લોકોએ પોતાના પરિવારને આશરો આપવો ન જોઈએ. તે લોકો જે કહે છે એ સદંતર ખોટી વાત છે. જે કંઈપણ બનાવ બનેલો એ દિવસે મને ફસાવવા અને પૈસા કઢાવવા માટે મારી ઉપર ત્રાસ ગુજારેલો, સત્યતા તો મારો રામ જાણે છે. મેં ઘણી કોશિશ તેમના પરિવાર દ્વારા ઉકેલ માટે કરેલો. એમાં હરિભાઈ પરબતભાઈ જાદવ દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી બાપુ તમે ચિંતા ન કરો, પતી જશે. મેં જ્યારે પણ ટ્રસ્ટમાંથી રાજીનામા માટે તથા તેમના હિટાચીના સામાન માટે કહેલું, અતિમાનસિક ટોર્ચરથી થાકી ગયેલો છું. આજ રોજ 30 મેના રોજ બપોરે 11થી 2 વચ્ચે રાજકોટથી વિક્રમ ભરવાડ દ્વારા જબરદસ્તી મારકૂટ કરીને હિતેષના કહેવાથી એવું કહેવાડેલું કે મારી ભૂલ છે. જે હજી પણ કહું છું મારી ભૂલ નથી, મારું કર્મ નથી એટલે જ્યારે પોતાનાં સંતાનો આપણને ખોટા માને તો જીવવાનો અધિકાર નથી. હું એક ખાસ વિનંતી કરું છું કે હિતેષભાઈ લખમણભાઈના મોબાઈલમાં જે બે દીકરીના છ વીડિયો છે એનો દુરુપયોગ કરી મને તો ખોટી રીતે મૃત્યુના મુખમાં ધકેલો છે.

Advertisement


 

 

 

 

 

જે દીકરીઓના ઈજ્જતને કારણે તેમણે જેમ કીધું તેમ મેં કરેલું છે, પણ હવે વધુ કોઈ જિંદગી ન ગુમાવે અને તે દીકરીઓ પણ જીવી શકે એ માટે ખાસ આ વીડિયો ડિલેટ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. હું ભલે મૃત્યુ પામ્યો પણ દીકરીઓને કંઈ ન થાય. વિશેષ લખવું કઈ રીતે, પેન ઊપડતી નથી. શબ્દો મળતા નથી. તે લોકો જે કંઈ કહે છે એ હજુ પણ સત્ય નથી. વિક્રમ વિચારવાની પણ તક આપતો નથી. તે કોઇ પણ વાત સ્વીકારતો નથી. જે લોકો કાયમી સાથે રહેતા હોય ને વીડિયો ઉતારે કે સૂચના આપે, મારા આંધળાવિશ્વાસનું પરિણામ છે. મને ઘણા લોકોએ કીધેલું, પરંતુ મેં કોઈનું લીધું નથી. અને આજે તેની સજા ભોગવી રહ્યો છું.

બાપુ આ બન્નેને આટલી બધી છૂટછાટ ન આપો, નડશે. તમે ધારો તેવા નથી. તમે આ બન્નેને દૂધ પાઈને સાપ ઉછેરી રહ્યા છો. આજે જીવના ભોગે એની સજા આપું છું. દરેક ટ્રસ્ટીઓને વિનંતી, આ સંસ્થામાં કોઈ બાંધેલી આવક નથી. છતાં તમારામાંથી ગૌશાળા ચાલી શકે તો સેવા કરજો. નહીં તો સારા માણસોને ગાયો દુ:ખી ન થાય એ રીતે આપી દેશો અને પરેશની ખાસ વ્યવસ્થા કરશો. પરેશ જિંદગીભર દુ:ખી ન થાય એ જોજો. વિક્રમના દરેક પ્રશ્નના જવાબ આપું છું.

મેં તેમને જે કંઈ બનાવ બનેલો એની પહેલાં નવરાત્રિમાં રજા આપી દીધેલી છે, ત્યારે તે બન્નેએ જે અત્યારે તને કહે છે એ જ રીતે કહેલ, અમે પ્રસંગમાં અને 15 દિવસે આવીએ, બાકી બધાની આબરૂ જશે. અમે ધીમે ધીમે ઓછું કરી નાખીશું અને રાજીનામું પણ આપી દેશે અને કહી દઈશું કે અમે પહોંચી શકતા નથી એટલે રાજીનામું આપેલું છે. તેમણે રાજકોટમાં ફ્લેટ પણ ભાડે રાખી લીધેલો. સામાન કામ શરૂ થાય ત્યાં વ્યવસ્થા થશે એટલે લઈ જશું.

Advertisement


 

 

 

 

 

તું તેમને નીચેના પ્રશ્ન પૂછજે કે બાપુના રૂમમાં પાછળની બારી બંધ હોય છે. તો એ ખૂલી કેવી રીતે ? માફી માગતો વીડિયો પહેલાંનો છે કે પછીનો ?, બાપુ ખરાબ કાર્ય કરતા હતા ?, બાપુનાં કપડાં નથી ?, છોકરીનાં કપડાંનું શું છે? અને કોણે કઢાવેલાં ? તમે આ બાબતે બાપુને ક્યારેય કંઈ કીધેલું કે સીધો વીડિયો ઉતારવા ગયેલા, એ દિવસે બાપુ પાસેથી 50 હજાર રૂપિયા લઈ લીધેલા અને કીધેલું કે કોઈપણ જાતનું કામ કરવાનું નથી.

અલ્પેશ અહીં રહેશે ગૌશાળામાં, તમારે જવાનું નહીં. પૈસા આવે એ સાંજે અલ્પેશને આપી દેવા. અલ્પેશ અને હું જે કંઈ કરીએ તમારે બોલવાનું નહીં. ધીરે ધીરે બધા ટ્રસ્ટીનાં રાજીનામાં લઈ લેવાનાં અને અમે નામ આપીએ તે ટ્રસ્ટી લઈ લેવાના. ધીરે ધીરે ગાયો કાઢી અલ્પેશને ફ્લેટ લઈ દેવાનો તથા અત્યારે જે પૈસા હોય તેમાંથી અલ્પેશને ધંધો કરી દેવાનો, પરંતુ ત્યારે તમારી જેમ છરી અને લાકડી બતાવી બધું પડાવી વીડિયો ઉતરાવેલો. ત્યાર પછી મેં પરિવારમાં બધાને ના પાડી તો તે લોકો દિવાળીના દિવસે ગયા ત્યારે તે છોકરીને લેતા કેમ ન ગયા ? તેમને મારી ઉપર શંકા હતી તો લેતી જ જાય ને. ત્યાર બાદ છોકરીના બાપાએ કીધેલું એટલે મેં રહેવા દીધેલ.

તું આ પ્રશ્નનો જવાબ તેમની પાસે ખાલી ત્રણ પ્રશ્નમાં ઘણું સમજાઈ જશે. તે કીધેલું ને કે ફસાવેલ છે કે શું છે ? તે તું નિર્ણય કરી લેજે. બાકી એકલા વ્યક્તિને છરી અને લાકડીથી બધું થાય જે કરવું હોય તે હવે હું કદાચ ન રહું તો મારે કોઈ ખુલાસા જોઈતા નથી પણ એકવાત કહું છું. મેં તેમને મોઢું ન બતાવવા કીધેલું છે. અને હું તમારું નહીં જોઉં. તમે મારું ન જોતા. જે રાત્રે કોઈપણ રીતે સમાધાન કર્યા બાદ જો મારું મૃત્યુ થાય તો એમને કહેજે કે મોઢું ન જુએ. અને તે કીધું હતું કે હું ભરવાડ છું. સંસ્થાના જેટલા પણ પૈસા હશે તે અપાવીશ. તો મેં આગળ હિસાબ લખ્યો છે.

તે જે કોઈ આવે તેને અપાવી દેજે. અને સતકર્મમાં વાપરજે. બાકી ભૂલ નથી નથી ને નથી. મેં તને કીધું હતું. મારું હવે પૂરું થવા આવ્યું છે. જે તે સમયે અને તે રાત્રે મારી સાધુતા લાકડી અને છરીથી નંદવાઈ ગઈ. પણ માત્ર ગાયો અને પરેશ માટે હિંમત રાખેલી. તને પણ કહું છું. પરેશ દુ:ખી ન થાય. અને ગાયો કતલખાને ન જાય આટલું ધ્યાન આપશો. તે સમયે અને... બાકી હું ખોટો નથી નથી નથી ને નથી. આજે પણ કહું છું. રસોયા કોઈ મારી હાજરીમાં ગયેલ નથી. રાકેશ હું ઉજ્જૈન કુંભમાં હતો અને ચાલ્યો ગયો. વાવ વાળા મહારાજ ઈલાહાબાદ (પ્રયાગરાજ) કુંભમાં હતો ને ચાલ્યા ગયા. કારણ હું નથી જાણતો. મેં કહી દીધું નિર્ણય તમારો. ગુજરાતીમાં કહેવત છે કે, હું જ્યાં પણ ગયો ત્યાં મારા જ નડ્યા. જે સાબિત થઈ.

Advertisement


 

 

 

 

 

હજુ પણ પૂછજે કે આશ્રમ ન છોડવાનું કારણ શું? આશ્રમ અને બાપુના વીડિયો ઉતાર્યા બાદ ત્યાં શું કામ ? આટલું આશ્રમનો મોહ શું છે? ભાવસિંહ તથા સોલંકી પરિવાર હું આપ સર્વેની માફી ચાહું છું. પરંતુ, મારે હવે જીવવું ન જોઈએ. મેં તમને દોઢ વર્ષ સુધી કીધું. નિર્ણય ન આવી શકયો અને તમારી આબરૂ નિલામ થઈ ગઈ. તેને પરિવારમાંથી કે સમાજમાંથી કંઈ ન મળ્યું એટલે પારકી જગ્યાએ જઈ હુમલા કરાવીને હા પડાવવી. મેં તેમના પરિવારના પણ બધાને કહી દીધું હતું. તમે ત્યારે કોઈએ સાંભળવાની કોશિશ ન કરી. ઉદય એક વખત પણ મળ્યો નહીં. જેમણે દોઢ વર્ષથી રાહ જોઈ. મેં જે કર્યું નથી તેનું પરિણામ ભોગવવાનો વારો આવ્યો.

દરેક જાતના પેંતરા કર્યા. ફ્લેટ લેવડાવવા માટે તેના સસરાએ મને ફોન કર્યો, તને ફોન કર્યો, મારે કાંઈ હતું જ નહીં. છતાં એ લોકોને લાગતું હતું તો કેમ દિવાળી ઉપર સાથે લેતા ન ગયા. અને અલ્પેશ એ કે સાચું કહેજે, બાપુના રૂમમાં પાછળથી બારી છે. તે કેમ ખૂલી, કોણે ખોલી કે પૈસા પડાવવા માટે ફ્લેટ માટે સોદો કર્યો. છતાં સમગ્ર પરિવારની માફી ચાહું છું. હરિ ઈચ્છા બળવાન. સહનશક્તિ હતી ત્યાં સુધી સહન કર્યું. હવે સહનશક્તિ પૂરી થાય છે. મેં માત્ર પરિવારમાં વાત કરી. 1. તને, 2. ઉદય, 3. રઘુ દાહીમા, 4. હરિ જાદવ, 5. પરેશ જાદવ, 6. લાખાભાઈ જાદવ, 7. માંડાભાઈ જાદવ.

તમે કોઈ નિર્ણય ન લાવી શકયા એટલે છરી બતાવી, લાકડી દેખાડી કબૂલ કરાવેલ કે મારી ભૂલ છે. આથી હું લખી જણાવું છું કે, હું સાધુ જયરામદાસ ગુરુ પ્રેમદાસ મારું મૂળ ગામ પેઢાવાડા તાલુકો કોડીનાર, જિલ્લો ગીર-સોમનાથ મુકામે મારી માલિકીની મારા નામે ખેતીની જમીન આવેલ છે. જે મારા પૂર્વાશ્રમના પરિવારમાં કોઈને ન આપતાં હું સંપૂર્ણ હોશ-હવાશ અને શાંત ચિત્તે કોઈના દબાણમાં આવ્યા વગર મારા નામ પર પેઢાવાડા ગામે આવેલ તમામ સંપત્તિ-જમીન-મિલકત શ્રી ભગવાનભાઈ ભાભાભાઈ સ્મારક ટ્રસ્ટ અથવા રામસિંહભાઈ નારણભાઈ વાળા હોસ્પિટલને અર્પણ કરું છું, જેનો મારા મૃત્યુ બાદ અમલ થાય’